બોલીવુડના જાણીતા ફોટોગ્રાફર દિનેશ પરેશાનુ તાજેતરમાં વિશિષ્ટ સન્માન સાથે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બોલિવૂડ ફોટોગ્રાફર દિનેશ પરેશાને મહિલા દિવસના અવસરે ડો. કૃષ્ણા ચૌહાણ દ્વારા ’મિસ એન્ડ મિસિસ ઈન્ડિયા અને નારી શક્તિ સન્માન ૨૦૨૪’ના ત્રીજી સીઝનના ભવ્ય કાર્યક્રમમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીપા નારાયણ અને એ.સી.પી સંજય પાટીલ દ્વારા તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બોલિવૂડ ફોટોગ્રાફર દિનેશ પરેશાએ ક્રિષ્ના ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સિંગર દીપા નારાયણ ઝા, સંગીતકાર દિલીપ સેન, બીએન તિવારી, ભૂતપૂર્વ એસીપી સંજય પાટીલ, ભારતી છાબરિયા, અસંત નાસ્કર યાદવ અને અભિનેતા રમેશ ગોયલ હાજર હતા.
કે સી એફના મિસ એન્ડ મિસિસ ઈન્ડિયાના જ્યુરી સભ્યો ડો. દીપા નારાયણ ઝા, નિક્કી બત્રા, ડો. ભારતી છાબરિયા, પ્રેમ ગડા અને અસંત નસ્કર યાદવ હતા. મોડલ્સનો મેકઅપ લતા સોલંકીએ કર્યો હતો જ્યારે ફેશન ડિઝાઇનર કુસુમ ગુપ્તા હતી.
કિયારા રાવતને મિસ ઈન્ડિયા કેટેગરીમાં વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મિસ ઈન્ડિયાની ફર્સ્ટ રનર અપ ચિત્રા દેવી જમાતિયા, મિસ ઈન્ડિયાની સેકન્ડ રનર અપ દિયા મંડલ હતી. જ્યારે મિસિસ ઈન્ડિયા કેટેગરીમાં કોમલ કટારિયા સિલ્વર ક્લાસ, અનુ પંડિત ગોલ્ડ ક્લાસ અને મેઘના હેમદેવ પ્લેટિનમ ક્લાસના વિજેતા રહ્યા હતા. લવિના જોસેફ મિસિસ ઇન્ડિયાની ફર્સ્ટ રનર અપ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech