નીરજ ચોપરાએ ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. નીરજે 8 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. સમગ્ર દેશ તેની ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યો છે. નીરજ ચોપરાની જીત પર બોલિવૂડ સેલેબ્સ પણ ખુશ છે. વિકી કૌશલ, આર માધવન અને રકુલ પ્રીત સિંહ સહિત ઘણા સેલેબ્સે ચેમ્પિયનને અભિનંદન પાઠવ્યા છે. ઓલિમ્પિકમાં નીરજનો આ બીજો મેડલ છે.
વિકી કૌશલે નીરજ ચોપરાને તેની જીત પર પાઠવ્યા અભિનંદન
વિકી કૌશલ નીરજને અભિનંદન આપનારા પ્રથમ કેટલાક સેલેબ્સમાંથી એક છે. તેણે રાષ્ટ્રધ્વજ પકડેલા નીરજની તસવીર શેર કરી અને લખ્યું, "સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, તમે હંમેશા અમને ગૌરવ અપાવો છો ભાઈ!!! નીરજ ચોપરા."
આર માધવને પણ પાઠવ્યા અભિનંદન
જ્યારે આર માધવને સ્કોરકાર્ડનો સ્ક્રીનશોટ શેર કરીને પાકિસ્તાનના અરશદ નદીમ અને નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું, "કેટલી શાનદાર મેચ ઓલિમ્પિક રેકોર્ડ માટે અરશદ નદીમ અને સિલ્વર મેડલ માટે નીરજ ચોપરાને અભિનંદન, મિત્રો સ્પોર્ટસ આજે જીતી ગયુ છે"
નીરજે સિલ્વર જીત્યા બાદ રકુલ ઉછળી પડી આનંદથી
નીરજને ભારત માટે સિલ્વર જીતતા જોઈને રકુલ પ્રીત સિંહ ખૂબ જ ખુશ હતી. તેણે પોસ્ટ કર્યું, "વાહ! નીરજ, તમે ફરી આ કરી બતાવ્યુ! બીજો ઓલિમ્પિક મેડલ જીતવા બદલ અભિનંદન! ભારત ગર્વથી ઝૂમી રહ્યું છે!"
મલાઈકાએ નીરજની જીતને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી
મલાઈકા અરોરા હાલમાં ઓલિમ્પિક 2024નો આનંદ માણવા પેરિસમાં છે. મલાઈકાએ પણ નીરજની જીત પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા પર ખુશી વ્યક્ત કરી. નીરજ ચોપરાની ક્લિપ સાથે મલાઈકાએ લખ્યું, "મારા ભારત માટે કેટલી ગર્વની ક્ષણ છે."
રાહુલ રવિન્દ્રને પણ નીરજને પાઠવ્યા અભિનંદન
તેલુગુ દિગ્દર્શક અને અભિનેતા રાહુલ રવિન્દ્રન પેરિસથી વિજયી ક્ષણનો સાક્ષી બન્યો. તેણે સ્થળ પરથી કેટલીક તસવીરો શેર કરી અને નીરજ 'ધ મેઈલમેન' ચોપરાનો 8 ઓગસ્ટના દિવસને ખાસ યાદગીરી બનાવવા બદલ આભાર માન્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech