Video : જુનિયર NTR અને રામ ચરણના બદલે ઓસ્કારમાં 'નાટુ નાટુ' પર પરફોર્મ કરશે બોલીવૂડની આ અભિનેત્રી

  • March 11, 2023 08:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્કાર 2023 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે ભારતમાં પણ દરેક લોકો આ એવોર્ડ ફંક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે 'RRR'નું ગીત 'નાટુ નાટુ' બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ ગીતે વિદેશોમાં પણ ધૂમ મચાવી છે. પહેલા સૂત્રો મુજબ એવું જાણવા મળ્યું હતું કે, રામ ચરણ અને જુનિયર એનટીઆર અહીં આ ગીત પર પરફોર્મ કરશે, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે 'નાટુ નાટુ' પર બંને હીરો નહિ પણ એક હિરોઈન ધૂમ મચાવશે.

ટીવી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં પોતાનું ડાન્સ કૌશલ્ય દેખાડનાર અમેરિકન ડાન્સર લોરેન ગોટલીબ 12 માર્ચે ઓસ્કારમાં 'RRR' ગીત 'નાટુ નાટુ' પર ડાન્સ પરફોર્મન્સ આપતી જોવા મળશે. લોરેને પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. અભિનેત્રીએ તેની પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, 'ખાસ સમાચાર!!! હું ઓસ્કારમાં 'નાટુ નાટુ' પર પરફોર્મ કરી રહી છું. હું વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

લોરેન રેમો ડિસોઝાની ફિલ્મ ABCD: Any Body Can Dance માં પણ જોવા મળી હતી. અભિનેત્રી તેના ડાન્સથી ઘણા સ્ટેજ પર દેખાઈ છે અને ચાહકોના દિલ જીતતી રહી છે. હવે ચાહકો ઓસ્કાર 2023માં ગીત 'નાટુ નાટુ'માં તેના પરફોર્મન્સને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

જુનિયર NTR, રામ ચરણ અને એસ. એસ. રાજામૌલી 'RRR' ટીમ સાથે અમેરિકા પહોચી ચૂક્યા છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, જુનિયર એનટીઆરએ સ્પષ્ટ કર્યું છે કે તે અને રામ ચરણ ઓસ્કર 2023માં ગીત 'નાટુ નાટુ' પર પરફોર્મ કરી રહ્યાં નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application