ધારીના ઈગોરાળા નજીક બોલેરોએ પલટી મારી, ૧૦ને ઈજા

  • May 17, 2023 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના આકોડા ગામનો પરિવાર સગાઈ કરવા જતાં અકસ્માત નડયો હતો દસથી બાર લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અમરેલી જિલ્લાના ધારીના ઈગોરાળા વીરપુર નજીક બોલેરી ગાડી પલટી મારી જવાની ઘટના સામે આવી હતી જેમાં દસથી બાર લોકોને ઈજા થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના ધારીના ઈગોરાળા વીરપુર નજીક બનવા પામી હતી આકોડા ગામનો પરિવાર હિરવા ગામે સગાઈ પ્રસંગે ગયો હતો સગાઈનો પ્રસંગ પત્યા બાદ પરત આકોડા ગામ જતાં હતા .ત્યારે બોલેરો ગાડીએ પલટી મારી ૧૦થી ૧૨ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ સાવરકુંડલા અને ખાંભાની ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને ૧૦૮ મારફત ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application