બોઘરા–રાદડિયાએ ઓપરેશન પાર પડ્યું

  • January 13, 2024 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોકટર ભરતભાઈ બોઘરાએ આ ઓપરેશન પાર પાડું હોવાની વાતો ચર્ચાઈ રહી છે. આ બાબતે અર્જુનભાઈ ખાટરીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં ભળવાનો મેં નિર્ણય લીધો તે પહેલા આ બંને આગેવાનો અને રાજકોટ જિલ્લા ભાજપના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
તમે વિધિવત રીતે કયારે ભાજપમાં જોડાવાના છો ? તેવા સવાલના જવાબમાં અર્જુનભાઈ ખાટરીયા એ જણાવ્યું હતું કે બહત્પ ટૂંક સમયમાં આ સંદર્ભે ભાજપમાંથી જાહેરાત કરવામાં આવશે.
સહકારી ક્ષેત્રના અને ખેડૂતોના દિગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતના આગેવાનો યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ્યા ત્યારે તેની સાથે કોંગ્રેસના અનેક મોટા નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. આવી પરિસ્થિતિમાં પણ કોંગ્રેસમાં રહેનાર અર્જુન ખાટરિયાએ આખરે કોંગ્રેસને રામરામ કરી દીધા છે અને પોતે ભાજપમાં જોડાવાના છે તેવી સત્તાવાર જાહેરાત કરી છે.

આહિર સમાજમાં અનેક સહકારી ક્ષેત્રમાં મોટું ભારે વર્ચસ્વ ધરાવતા અર્જુનભાઈ ખાટરીયા ભાજપમાં જઈ રહ્યા હોવાની વાતો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પંચાયતના રાજકારણમાં અને જિલ્લા ભાજપના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય હતી આ સંદર્ભે બે દિવસ પહેલા અર્જુનભાઈ ખાટરીયાને આ બાબતે પૂછતા તેમણે 'હત્પં કદી ભાજપમાં જાઉં ? 'તેવો સામો પ્રશ્ન
કરીને આ સમગ્ર બાબત માત્ર અફવા હોવાનું જણાવ્યું હતું. યારે આજે અર્જુનભાઈ ખાટરીયા એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હત્પં કોંગ્રેસ છોડું છું અને ભાજપમાં ટૂંક સમયમાં જોડાઈ જવાનો છું.

કોંગ્રેસે તમને અત્યારે અને ભૂતકાળમાં ઘણું બધું આપ્યું છે. ત્યારે કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જાવ છો કે અન્ય કોઈ કારણ છે? તેવા સવાલના જવાબમાં અર્જુનભાઈએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે તેનાથી પ્રભાવિત થઈને અને રામ મંદિરના મામલે કોંગ્રેસે લીધેલા નિર્ણય સાથે સહમત ન હોવાથી હત્પં રાજીનામું આપી રહ્યો છું.
અર્જુન ખાટરિયાના રાજીનામાની વાતો ફાઇનલ થઇ હોવાની જાણ થતા જ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ તેને રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પદેથી દૂર કર્યા હોવાનો લેખિતમાં આદેશ કર્યેા છે.

લલીતભાઈ વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે અર્જુનભાઈએ ઘણા સમયથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું મન બનાવી લીધું હતું. તેમણે ખરેખર જિલ્લા પંચાયતના સભ્ય પદેથી પણ રાજીનામું દેવું જોઈએ અને જો તે આમ નહીં કરે તો અમે તેની સામે પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ કામગીરી કરીશું.

આ બાબતે અર્જુનભાઈ ખાટરીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મને વિરોધ પક્ષના નેતાના પદ પરથી રાજીનામું આપવા જણાવ્યું છે અને હત્પં તેની અમલવારી કરવાનો છું. કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયા હોવાથી સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપશો કે કેમ ?તેવા સવાલના જવાબમાં અર્જુનભાઈએ કહ્યું હતું કે અત્યારે તે બાબતે કોઇ નિર્ણય લીધો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application