પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ગુજરાતી માછીમારનું મોત નીપજ્યું છે. ઉનાના સોખડાના માછીમારીનું બીમારીના લીધે 23 જાન્યુઆરીએ મોત નીપજ્યું હતું, ત્યારે 26 દિવસ બાદ આજે મૃતદેહ વતન પહોંચ્યો હતો. મૃતદેહ વતન આવતા જ નાના એવા ગામમાં સોપો પડી ગયો હતો અને ગ્રામજનો હિબકે ચડ્યા હતા. માછીમારના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની લાદી જેલમાં બંધ બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા નામનાં માછીમારને ગત 23 જાન્યુઆરીએ સવારે અચાનક શ્વાસ ઉપડતાં તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીયો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી એક મૌન પાળ્યું હતું.
ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાનની મરીન પોલીસે પકડ્યા હતા
પાકિસ્તાન સમુદ્રીય વિવાદના કારણે ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્રારા માછીમારોને સમુદ્ર માછીમારી કરતા પકડી પાકિસ્તાન જેલમાં રાખવામાં આવે છે. તેમાંના એક માછીમાર ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકાના સોખડા ગામના બાબુભાઈ કાનાભાઈ ચુડાસમા (ઉં. વ. 40) ગત 18/2/2022 રોજ સમુદ્રમાં માછીમારી કરતા હતા. માંગરોળની બોટ અલબસીર નંGJ.11.mm.3662માંથી પાકિસ્તાની મરીન પોલીસે પકડી પાડ્યા હતા.
મોડીરાત્રે મૃતદેહ માદરે વતન પહોંચ્યો
જ્યાં પાકિસ્તાન જેલમાં માંદગીમાં તા. 23/1/2025ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. જેની ડેડબોડી આજે વાઘા બોર્ડર પર ગુજરાત સરકારના ફિસરીઝ અધિકારીઓએ સંભાળી લઈ અમૃતસરથી બાય પ્લેન અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવી હતી. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફત અમદાવાદથી ઉના તાલુકાના સોખડા ગામે મોડીરાત્રે પહોંચી મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વહેલી તકે પાકિસ્તાન જેલમાં પકડાયેલા માછીમારોને છોડાવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરાઈ છે. બાબુભાઈનો મૃતદેહ માદરે વતન આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં જય ભવનાથ, હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે
February 21, 2025 11:18 AMબોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા ૬૯ હજારથી વધુ શિક્ષકોને મૂલ્યાંકનની કામગીરીના ઓર્ડર
February 21, 2025 11:11 AMગરમી ઘટી: સમગ્ર રાજયમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે સરકી ગયું
February 21, 2025 11:10 AMદ્વારકા જિલ્લામાં ૨૬ પોલીસ કર્મીઓની બદલી
February 21, 2025 11:09 AMઅકસ્માતે મૃત્યુ પામેલા મંડળીના સભાસદને રૂ. પાંચ લાખનો ચેક અપાયો
February 21, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech