સિંગાપોરમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો 1965થી સત્તા પર રહેલી પીપુલ્સ એક્શન પાર્ટી (PAP) અને મુખ્ય વિપક્ષી દળ વર્કર્સ પાર્ટી (WP) વચ્ચે છે. આ બંને સિવાય અન્ય ઘણા નાના પક્ષો પણ ચૂંટણી મેદાનમાં છે. આજે મોડી રાત સુધી આ ચૂંટણીના પરિણામો આવી શકે છે.
સિંગાપોરના 33 ચૂંટણી ક્ષેત્રોની 97 સંસદીય બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં સિંગલ મેમ્બર કોન્સ્ટિટ્યુએન્સી (SMC) અને ગ્રુપ રિપ્રેઝન્ટેશન કોન્સ્ટિટ્યુએન્સી (GRC)નો સમાવેશ થાય છે. GRCમાં 4-5 ઉમેદવારોની ટીમ ચૂંટણી લડે છે, જેમાં ઓછામાં ઓછો એક લઘુમતી સમુદાય (મલય, ભારતીય અથવા અન્ય)નો ઉમેદવાર હોવો જરૂરી છે.
વડાપ્રધાન પદના મુખ્ય દાવેદાર:
લોરેન્સ વોંગ:
15 મે 2024ના રોજ લી સીન લૂંગની જગ્યાએ લોરેન્સ વોંગે સિંગાપોરના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેઓ PAPના મહાસચિવ પણ છે. આ પહેલાં તેઓ નાણાં પ્રધાન અને નાયબ વડાપ્રધાનની જવાબદારી સંભાળી ચૂક્યા છે. કોવિડ-19 દરમિયાન લેવાયેલા નિર્ણયો અને આર્થિક નીતિઓના કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી.
હેંગ સ્વી કીટ:
સિંગાપોરના નાયબ વડાપ્રધાન છે. તેઓ PAPના વરિષ્ઠ નેતા છે. હેંગને પહેલાં મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ 2021માં તેમણે સ્વાસ્થ્યના કારણોસર વડાપ્રધાન પદની રેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. જો કોઈ કારણસર લોરેન્સ વોંગ પાછળ હટે છે તો હેંગ સ્વી કીટ મુખ્ય ઉમેદવાર બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRBI એ એક્સિસ, ICICI સહિત 5 બેંકો સામે કાર્યવાહી કરી, ભરવો પડશે લાખોનો દંડ
May 04, 2025 11:16 AMમોદી મારા માસીનો દીકરો નથી કે શાંત થઈ જાય, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ : પાકિસ્તાની સાંસદ
May 04, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech