સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા જુદા જુદા ભવનમાં ખાલી પડેલી પ્રોફેસરો, એસોસિયેટ પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ગીરીશભાઈ ભીમાણીના કાર્યકાળમાં અખબારોમાં જાહેર ખબરો આપી ઇન્ટરવ્યૂ લઈ ભરતી માટેની મોટાભાગની પ્રક્રિયા પૂરી કરી દીધી છે. પરંતુ હજુ સુધી સરકારમાંથી તેને લીલી ઝંડી મળી ન હોવાથી ભરતી થઈ શકતી નથી. સરકારમાં અનામતનું રોસ્ટર પણ મંજૂર થઈ શકે તેમ ન હોવાથી હવે આગામી દિવસોમાં યારે પણ ભરતી કરવામાં આવે ત્યારે લાગતા વળગતાઓને ગોઠવી શકાય તે માટે અત્યારથી જ આયોજનબદ્ધ રીતે યુનિવર્સિટીના અમુક અધિકારીઓ આગળ વધી રહ્યા હોવાની જોરદાર ચર્ચા યુનિવર્સિટી કેમ્પસ પર અને શિક્ષણ જગતમાં થઈ રહી છે.
આવી ચર્ચા કરનારાઓ પોતાની વાતના સમર્થનમાં જણાવે છે કે ગત તારીખ ૧૬ મેના રોજ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના મહેકમ અ વિભાગના ઓએસડીની સહીથી યુનિવર્સિટી કેમ્પર પરના તમામ અનુસ્નાતક ભવનના અધ્યક્ષોને એક પરિપત્ર પાઠવીને તેમના ભવનમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે તે જગ્યાનું સ્પેશિયલાઈઝેશન નિયત કરેલા ફોર્મેટમાં સોટ કોપી અને હાર્ડ કોપી તારીખ ૧૮ જૂન સાંજના છ વાગ્યા સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે.
વેકેશન જેવી રજાના માહોલમાં આ માહિતી માગવામાં આવી હોવા છતાં મોટા ભાગના ભવનો એ તે ફટાફટ પૂરી પણ પાડી દીધી છે. યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ અને શિક્ષણ જગતમાં ચર્ચાતી વિગત મુજબ સ્પેશિયલાઈઝેશન માગવાનો હેતુ ભરતી કરવાનો નથી પણ યારે કોઈ નવા કુલપતિ ભરતી કરે ત્યારે અત્યારથી જ સ્પેશિયલાઈઝેશન નક્કી કરેલા વ્યકિતઓની જ ગોઠવણી થઈ જાય અને તેની અરજી એલીજીબલ થાય તેવું ગોઠવાઈ રહ્યું છે. વર્ષેા પહેલા સરકાર દ્રારા મંજૂર થયેલી વિવિધ ભવનોમાં ટિચીગ સ્ટાફ ની જગ્યા સામે હાલમાં ભણતા વિધાર્થીઓની સંખ્યા વિષય વાઇસ જોતા ઘણા ભવનોમાં વિધાર્થીઓ કરતા સ્ટાફ વધી જાય છે. જયારે અન્ય યુનિવર્સિટીમાં આવી પરિસ્થિતિ હોય ત્યારે સ્ટાફ સેટ અપ યાં વિધાર્થીઓ વધુ હોય તેવા ભવનને ફાળવવામાં આવતું હોય છે. સરકાર તો વિધાર્થીઓની કુલ સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટાફ સેટઅપ નક્કી કરતી હોય છે. પરંતુ સ્પેશીયલાઈઝેશન મંગાવીને જુના સ્ટાફને ભરીને યુનિવર્સિટીને ભયંકર નુકસાન કરાવવાની પ્રક્રિયા અત્યારથી શ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્પેશિયલાઈઝેશન નું લિસ્ટ બનાવીને તેમાંથી ભરતી કરવાની બદલે જો નવા કુલપતિ નવેસરથી ભરતી માટેની પ્રક્રિયા શ કરે તો સ્પેશિયલાઈઝેશનના લિસ્ટવાળાઓમાંથી અમુક લીગલ લીટીગેશન ઊભા કરે અને સમગ્ર મામલો કોર્ટના દ્રારે પહોંચે તેવી પણ ગણતરી માંડવામાં આવી રહી છે
એક જગ્યા માટે એક અરજી આવે તેવું પ્લાનિંગ
ભવનના વડાઓ પાસેથી સ્પેશિયલાઈઝેશન કયુ હોય તેવા પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના લિસ્ટ મંગાવ્યા પછી એક જ વ્યકિતની અરજી આવે અને તેની ભરતી થાય તેવું ગોઠવાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આ કોઈ નવી બાબત નથી. કારણ કે ભૂતકાળમાં યારે ૧૩ મે ૨૦૨૨ ના આ પ્રકારે ભરતી કરવામાં આવી ત્યારે હિન્દી, મેથેમેટિકસ, કેમેસ્ટ્રી જેવા વિષયોમાં માત્ર એક –એક અરજી આવી હોવાનું યુનિવર્સિટીના ચોપડે બોલે છે. જયારે સ્પેશિયલાઈઝેશન સિવાયના કોઈ અરજી કરે તો તેમની અરજી પૂરતી લાયકાત ધરાવતા નથી તેમ કહીને રદબાતલ કરવામાં આવતી હોય છે
નવી શિક્ષણ નીતિ મુજબ ભરતીની તક ગુમાવતી યુનિવર્સિટી
નવી શિક્ષણ નીતિમાં વિધાર્થીઓ તેમની ફેકલ્ટી સિવાયના પોતાના રસના વિષયો ભણી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ વ્યવસ્થાનો અભાવ છે. યુનિવર્સિટી માટે આ તક હતી પરંતુ તેમણે તે ગુમાવી દીધી છે.
અમુક ભવનોમાં તો વિધાર્થીઓ કરતા પ્રોફેસર વધુ
યુનિવર્સિટીએ સ્પેશિયલાઈઝેશનની વિગતો સાથે જે તે ભવનમાં ખાલી પડેલી જગ્યાનું લીસ્ટ પણ મંગાવ્યું છે. આમાં બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિકસ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અત્યારે બે વિધાર્થીઓ છે અને પ્રોફેસરોની ચાર જગ્યા મંજૂર થયેલી છે. ઇલેકટ્રોનિકસમાં આઠ વિધાર્થી છે અને ચાર પ્રોફેસરોની જગ્યા મંજૂર થઈ છે. આવું અનેક ભવનોમાં બન્યું છે. જે ભવનમાં વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તેવા ભવનોને પ્રોફેસરોના સેટઅપમાં જગ્યા શિટ કરવાની તક યુનિવર્સિટીએ ગુમાવી દીધી છે. સોશયોલોજી, (આર્ટસ)ભવનમાં ૧૫૦ વિધાર્થીઓ છે અને ત્યાં સેટઅપ મુજબ પાંચ જગ્યા પ્રોફેસરોની છે. જે ભવનમાં વિધાર્થીઓની સંખ્યા ૫૦ કે તેથી વધુ હોય અને પ્રોફેસરો ચાર પાંચ હોય ત્યાં તે શિટ કરવી જોઈએ. હિન્દી એમકોમ એમબીએ ગુજરાતી અંગ્રેજી ઇકોનોમિક અને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં વિધાર્થીઓની સંખ્યા વધારે છે પરંતુ પ્રોફેસરો પૂરતા પ્રમાણમાં નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ જયેશ રાદડિયા
January 27, 2025 10:54 AMબીચ ફેસ્ટીવલમાં લોકકલાકારો રાજભા ગઢવી, અપેક્ષા પંડયાએ લોકોને ડોલાવ્ય
January 27, 2025 10:54 AMબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech