બોર્ડની પરીક્ષામાં આજે રજા: પ્રથમ દિવસે એક ડમી સહિત ગેરરીતિના બે કેસ

  • February 28, 2025 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલથી શરૂ થયેલી પરીક્ષામાં પ્રથમ દિવસે બે કેસ નોંધાયા છે. ધોરણ 10 ના પ્રથમ સત્રમાં દાહોદ ખાતે એક ડમી ઉમેદવારનો ગેરરીતિ નો કેસ નોંધાયો છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના બીજા સત્રમાં આણંદ ખાતે ગેરરીતીનો એક કેસ નોંધાયો છે.

પરીક્ષાના પ્રથમ દિવસે સામાન્ય પ્રવાહના પ્રથમ સત્રમાં સહકાર પંચાયત વિષયની પરીક્ષામાં 657 માંથી 646 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 110786 પરીક્ષાર્થીઓમાંથી 109757 હાજર રહ્યા હતા. સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા હતી અને તેમાં 292412 માંથી 289750 તથા ઉદ્યોગ સાહસિકતા વિષયમાં 451 માંથી 436 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

ધોરણ 10 માં પરીક્ષાના પ્રથમ દિવસે ભાષાનું પેપર હતું તેમાં ગુજરાતીમાં 671331 માંથી 653398 હિન્દીમાં 17619 માંથી 17191 મરાઠીમાં 3412 માંથી 3356 અંગ્રેજીમાં 102281 માંથી 101771 પૂર્વમાં ઉર્દુમાં 1293 માંથી 1272 ઉડિયામાં 292 માંથી 291 અને સંસ્કૃત પ્રથમાના સાહિત્યમ વિષયમાં 705 માંથી 693 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

બોર્ડની પરીક્ષામાં આજે રજા છે અને આવતીકાલે ધોરણ 10માં સવારના પ્રથમ સત્રમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત ની પરીક્ષા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાનની અને કૃષિ વિધિ પરીક્ષા છે. ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનની પરીક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application