૨૦૨૫ ના ફેબ્રુઆરી માસમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત આજે રાત્રે પૂરી થતી હતી પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આમાં વધારો કર્યેા છે.
બોર્ડના પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાં અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાઓમાં રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ફોર્મ તારીખ ૬ ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે સ્વીકારવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ફોર્મ ૯ ડિસેમ્બર સુધી અને ધોરણ ૧૦ સંસ્કૃત પ્રથમના ફોર્મ તારીખ ૬ ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે.
રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદતમાં હવે કોઈ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં અને ત્યાર પછી તારીખ સાત ડિસેમ્બર થી ૨૪ ડિસેમ્બર સુધી અલગ અલગ ત્રણ તબક્કામાં લેઈટથી પિયા ૨૫૦ થી ૩૫૦ સુધી વસૂલ કરીને ફોર્મ સ્વીકારવામાં આવશે. લેઈટ ફી સાથે ફોમ સ્વીકારવાની મુદત પછી શાળા કક્ષાએથી જ ફોર્મમાં સુધારા વધારા થઈ શકશે.
વિધાર્થીનીઓ અને દિવ્યાંગ વિધાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી મુકિત આપવામાં આવી છે પરંતુ લેઈટ ફી માંથી કોઈ પણ વિધાર્થી કે વિધાર્થીનીને મુકિત આપવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ્ર વાત પણ બોર્ડ દ્રારા કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વખતે માત્ર ઓનલાઈન ભરાયેલા જ ફોર્મ સ્વીકારવાનું નક્કી કયુ છે. આ માટે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તેની સૂચના આપવામાં આવી છે અને ફી બાબતની વિગતો પણ ઓનલાઇન મૂકી દેવામાં આવી છે.
રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદતમાં કરાયેલા વધારાની અને ત્યાર પછીના લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાના અલગ અલગ ત્રણ તબક્કાની તારીખ સહિતની વિગતો બોર્ડ દ્રારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શાળા સંચાલકોને મોકલવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 11:31 AMનવાગઢમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
December 23, 2024 11:30 AMકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech