આગામી વર્ષ ૨૦૨૫ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ–૧૦ અને ધોરણ–૧૨ ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ દરેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા આગામી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫થી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી આ પરીક્ષા યોજાશે. અને આ વખતે બોર્ડની પરીક્ષાઓ વહેલી યોજાવાની છે. આ સાથે જ ફેબ્રુઆરી–માર્ચ ૨૦૨૫માં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. આ પરીક્ષાઓનો સમગ્ર કાર્યક્રમ .લતયબ.જ્ઞલિ ઉપર જોઈ શકાશે.
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમા બોર્ડની પરીક્ષા ૧૫ માર્ચથી શ કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે ૧૫ દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦ની અને ૧૨ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ ૨૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી યોજાશે. યારે ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની ૧૩ માર્ચ સુધી યોજાશે. ધોરણ ૧૦ના વિધાર્થીઓ માટે પરીક્ષાનો સમય ૧૦થી ૧.૧૫ સુધીનો રહેશે, યારે ધોરણ ૧૨નો સમય ૩થી ૬.૧૫ સુધીનો રહેશે. ધોરણ ૧૦ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો ૮૦ ગુણના રહેશે.
દરેક પ્રશ્ન પત્રમાં ૧૫ મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિધાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે ૧૦ મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ ૧ કલાકથી ૩ કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિધાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શ થવાની ૩૦ મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ ૨૦ મિનિટ અગાઉ રહેવાનું રહેશે
૨૩ માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ગુજકેટ ૨૦૨૫ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. શિક્ષણ વિભાગે વર્ષ ૨૦૨૫ માટે રાયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રીડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એ–બીના વિધાર્થીઓની ગુજકેટની પરીક્ષા ૨૩ માર્ચ ૨૦૨૫ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરરવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજવામાં આવશે. ગુજકેટની પરીક્ષા ૨૩ માર્ચ ૨૦૨૫ના રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા દરમિયાન જિલ્લ ાકક્ષાનાં કેન્દ્રો ખાતે યોજાશે. ગુજકેટ ૨૦૨૫નું આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી બોર્ડની વેબસાઈટ .લતયબ.જ્ઞલિ પર પ્રસિદ્ધ કરવામાં આવશે એ અંગેની જાણ અખબારી યાદી દ્રારા હવે પછીથી જાહેર કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech