ખંભાળિયામાં સ્વ. રામભા બાબરીયાની પુણ્ય સ્મૃતિમાં રવિવારે રક્તદાન કેમ્પ

  • November 28, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના જાણીતા સેવાભાવી સ્વ. રામભા ખીમભા બાબરીયાની પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તા. 1 ડિસેમ્બરના રોજ અત્રે શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા અને સેવાભાવી કાર્યકર પંકજભાઈ બાબરીયા આયોજીત આ રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબ, શિવમ સોસાયટી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સેવામાં સહભાગી થશે.

આ સેવા પ્રવૃત્તિમાં રવિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી મહત્તમ રક્તદાન કરવા પંકજભાઈ બાબરીયા, દિનેશભાઈ બોડા કે તથા મહેશભાઈ નકુમ દ્વારા રક્તદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News