ગુરૂનાનક સાહેબના ૫૫૫મો પ્રકાશ ઉત્સવ (જન્મોત્સવ) નિમીતે દર વર્ષની પ્રણાલીકા મુજબ ભાવનગર ચકૂધારી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ આજે તા.૧૫-૧૧ને શુકૂવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રસાલા કેમ્પ, સિંધી નવજવાન મેદાન, ડો.પ્રકાશ ધામેચાની સામે, માધવદર્શનની પાછળ, નવા ગુરૂદ્વારા પાસે, ભાવનગર મુકામે યોજાયો હતો. જેમાં ૧૫૦થી વધુ યુનિટ રક્ત એકત્ર થયુ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાવનગરનાં કેન્દ્રીય મંત્રી તથા સાંસદ નિમુબેન બાંભણીયા, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડયા, પશ્ચિમ વિધાનસભાનાં ધારાસભ્ય જીતુ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ભાજપા શહેરના અધ્યક્ષ અભય ચૌહાણ, મહામંત્રી સર્વ અલ્પેશ પટેલ, નરેશ મકવાણા, પાર્થ ગોંડલીયા, ડે.મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન રાજેશ રાબડીયા, શાસકપક્ષના નેતા કીશોર ગુરૂમુખાણી, દંડક ઉષાબેન બધેકા, ભાજપા શહેરના મંત્રી રાજુ રાજાણી, લીગલ કમિટિના ચેરમેન દિલીપ જોબનપુત્રા, સિંધી જનરલ પંચાયતના પ્રમુખ કનુભાઈ છગનાણી તેમજ સહુ સામાજીક અને રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા માટે ચક્રધારી મિત્ર મંડળના કિશોરભાઈ ગુરૂમુખાણી, કિશોરભાઈ સાહિત્ય, દિનેશભાઈ માખીજા, ઘનશ્યામભાઈ મુલાણી, કમલભાઈ દેવાણી, કમલેશભાઈ રાજાણી, શ્યામભાઈ ચાવલા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech