ખંભાળિયાના ટાઉનહોલ ખાતે રક્તદાન કેમ્પ તથા સન્માન સમારોહ

  • May 30, 2023 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને સન્માનિત કરાયા

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ ખાતે શ્રી સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા રવિવારે સાંજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સ્થળે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરાયેલા યુવા કાર્યકર મયુરભાઈ ગઢવીને સન્માનિત પણ કરાયા હતા.
જેમાં વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજ દ્વારા મયુરભાઈ ગઢવીને પરંપરાગત પાઘડી પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરવાડ સમાજ ઉપરાંત અન્ય સમાજના વડીલો, આગેવાનો, કાર્યકરો, વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application