શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: ૧૬૪૮ પોઈન્ટ તૂટ્યું

  • May 03, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવસની શઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે અચાનક યુ–ટર્ન માર્યેા અને શેરબજારમાં રોકાણ કરનારા લોકોમાં હડકપં મચી ગયો. સેન્સેકસ આજે તેના હાઈ લેવલથી ૨ ટકા એટલે કે ૧૬૨૮ પોઈન્ટ સુધી ગગડી ગયો હતો.યારે નિટી દિવસની શઆતમાં ૨૨,૭૯૪ના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પશ્ર્યા બાદ તેમાં પણ કડાકો બોલાઈ ગયો હતો અને તે હાઈથી ૪૪૮ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. હેવીવેઈટ શેરોમાં વેચવાલી, વિદેશી રોકાણકારો દ્રારા પ્રોફિટ બુકિંગ અને એકસપાયરીને કારણે આ કડાકો જોવા મળ્યો છે. બજાર તુટતા રોકાણકારોના લગભગ ત્રણ લાખ કરોડ પિયા ધોવાઈ ગયા હતા અને માર્કેટ કેપમાં ૩.૩૭ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

બપોરે ૨ વાગ્યે નિટી ૨૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૪૦૦ પર ટ્રેડ થઇ રહી હતી યારે સેન્સેકસ ૯૧૬ પોઈન્ટ ઘટીને ૭૩,૬૯૫ પર ટ્રેડ થઇ રહ્યો હતો. યારે બેન્ક નિટી ૪૭૫ પોઈન્ટથી વધુના કડાકા સાથે ૪૮,૭૬૫ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. બીએસઈ ના ટોચના ૩૦ શેરોમાંથી ૨૫ શેરોમાં વેચવાલી આવી હતી. બજાજ ફાઇનાન્સનો શેર પણ ૨ ટકા સુધી ગગડી ગયો હતો. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં ૨.૪૨ ટકાનો આવ્યો હતો.

શુક્રવારે એકદમ ઉછાળા બાદ હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો, જેના કારણે શેરબજાર નીચે તરફ ગગડવા લાગ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને આઈટી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીજું કારણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુવારે . ૯૬૪ કરોડના શેર વેચ્યા હતા. ત્રીજું મોટું કારણ એ છે કે સેન્સેકસ આજે એકસપાયરી પણ છે.બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે . ૩ લાખ કરોડ ઘટીને . ૪૦૫.૮૩ લાખ કરોડ થયું છે.આનો અર્થ એ થયો કે બીએસઈ શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે . ૨.૬૭ લાખ કરોડનો ઘટાડો થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News