અમેરિકાના રાષ્ટ્ર્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટાયા બાદ બિટકોઇનમાં રેકોર્ડ તેજી યથાવત છે. બિટકોઇનની કિંમત ૮૯૦૦૦ ડોલરને પાર પહોંચી ગઇ હતી. બિટકોઇનની તેજીએ ક્રિપ્ટો માર્કેટના ઓવર ઓલ વેલ્યૂને ટોચ પર પહોંચાડી દીધી છે. પાંચ નવેમ્બરના રોજ અમેરિકન રાષ્ટ્ર્રપતિની ચૂંટણી બાદથી સૌથી મોટો લગભગ ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે અને મંગળવારની સવારે ૮૯,૬૨૩ ડોલરના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
કોઇન મેટિ્રકસ અનુસાર, લેગશિપ ક્રિપ્ટોકરન્સીની કિંમત છેલ્લે ૧૨ ટકાથી વધીને ૮૯,૧૭૪ ડોલર પર પહોંચી હતી. તાજેતરમાં તેની કિંમતો ૮૯,૬૨૩ની નવી ઐંચી સપાટીએ પહોંચ્યો હતો. ઈથરની કિંમતમાં ગત સાહમાં ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઇથર ૭ ટકાથી વધીને ૩,૩૭૧.૭૯ ડોલર પર પહોંચી હતી. કાર્ડાનો સાથે જોડાયેલ વિકેન્દ્રિત ફાઇનાન્સ ટોકનમાં ૪.૭ ટકાનો વધારો થયો હતો. ડોઝકોઈનમાં લગભગ ૨૪ ટકાનો ઉછાળો આવ્યો હતો.
ગયા અઠવાડિયે ટ્રમ્પની જીતથી બજારમાં ઉત્સાહ વચ્ચે ક્રિપ્ટોની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો. ક્રિપ્ટો પર સંપૂર્ણ રીતે આગળ વધવાની તેમના વચનના કારણે બિટકોઇનને નવી ઐંચાઈ હાંસલ કરી છે. ટ્રમ્પે યુએસ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશનના ચેરમેન ગેરી ગેન્સલરને પણ હટાવવાનું વચન આપ્યું હતું – જેમણે ક્રિપ્ટો માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. જોકે રાષ્ટ્ર્રપતિ પાસે તેઓને હટાવવાની સત્તા નથી.
ટ્રમ્પે ક્રિપ્ટો ફ્રેન્ડલી નિયમોનું વચન આપ્યું છે અને તેમની રિપબ્લિકન પાર્ટી તેમના એજન્ડાને આગળ વધારવા માટે કોંગ્રેસ પર મજબૂત પક્કડ બનાવી રહી છે. તેમના વચનોમાં રણનીતિક યુએસ બિટકોઇન સ્ટોકપાઇલની સ્થાપના અને ટોકનના ઘરેલું ખનનને પ્રોત્સાહન આપવાનું સામેલ છે. તેમનું વલણ રાષ્ટ્ર્રપતિ બાઇડનના કાર્યકાળમાં વિનિમય આયોગ દ્ધારા વિભાજનકારી ઉધોગ પર કરવામાં આવેલી કાર્યવાહીથી એક મોટો ફેરફાર છે. આ ફેરફારે નાના અને મોટા ટોકનના સટ્ટા ખરીદીને પ્રોત્સાહન આપ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech