જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે બિરાજીત સિધ્ધેશ્વર મહાદેવ

  • August 12, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરમાં શિવાલયોમાં મહાદેવ શિવલિંગ સ્વપે બિરાજમાન છે પરંતુ એકમાત્ર જૂનાગઢમાં  જવાહર રોડ મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં મહાદેવ મૂર્તિ સ્વપે માતા પાર્વતી સાથે બિરાજમાન છે. દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવાથી કર્મ બંધનની પીડામાંથી ભાવિકોને મુકિત મળે છે.શ્રાવણ માસને લઈ મહાદેવની આરાધના કરવા દેશભરમાં ભાવિકોનો શિવાલયોમાં ઘસારો છે. ત્યારે જૂનાગઢમાં જવાહર રોડ ખાતે આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં દેશનું એકમાત્ર એવું મંદિર છે કે યાં સિદ્ધેશ્વર મહાદેવ મૂર્તિ સ્વપે બિરાજમાન છે. જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.મંદિરમાં  મહાદેવને હોમાત્મક લઘુદ્ર, બિલ્વપત્રથી પૂજન, પુષ્પાભિષેક કેસર જલાભિષેક દ્રારા પૂજન કરવામાં આવે છે.શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવને ભાવિકોએ અર્પણ કરેલ ૨૫ કિલો ચાંદીના વાઘાનો અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે દરરોજ વિશિષ્ટ પ્રકારના શણગાર કરી મહાદેવનું પૂજન અર્ચન કરવામાં આવે છે

સિધેશ્ર્વર મહાદેવની સ્થાપનાનો ઇતિહાસ
વિક્રમ સંવત ૧૮૮૪ ફાગણવદી બીજના દિવસે ભગવાન સ્વામિનારાયણ દ્રારા સ્વયં મહાદેવ નું સ્થાપન કરવામાં આવ્યું  હોવાની માન્યતા ધર્મગ્રંથોમાં જોવા મળે છે મહાદેવની સ્થાપન વખતે હર કોઈ શિવ ભકતોના સંકલ્પ દેવાથી દેવ મહાદેવ અને માતા પાર્વતી સાકાર પે પૂર્ણત  કરે તેવી પૂજા કરીને શિવ અને પાર્વતીજી ની મૂર્તિ નું સ્થાપન કયુ હતું. ત્યારથી જ મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે તેને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ભાવિકો પૂજી રહ્યા છે. આ ઉપરાંત મહાદેવમાં આસ્થા ધરાવનાર ભાવિકો પૂજા કરવાથી અને મનોમન દર્શન કરવાથી કર્મ બંધનની પીડામાંથી પણ મુકિત મળે છે.

શ્રાવણ માસ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમો
સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૫ ઓગસ્ટ થી ૩સપ્ટેમ્બર સુધી દરરોજ બપોરે ૪ થી૭ હરિ કથાનો કાર્યક્રમ.આ ઉપરાંત હોમાત્મક લઘુદ્ર, બિલ્વપત્રથી પૂજન, પુષ્પાભિષેક કેસર જલાભિષેક, ભવ્ય હિંડોળા દર્શન અને જન્માષ્ટ્રમી સહિતના કાર્યક્રમ યોજાશે. વડતાલ લમીનારાયણ દેવગાદીના પીઠાધિશ્વર ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજ,સ્વામિનારાયણ મંદિરના ચેરમેન કોઠારી દેવ નંદનદાસજીની પ્રેરણાથી શાક્રી સ્વામી  પુષોત્તમ પ્રકાશદાસજી  તેમજ કોઠારી સ્વામી પ્રેમસ્વપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ  પ્રફુલભાઈ કાપડિયા સહિતના ના નિદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યા છે

બિલ્વપત્ર ઉપરાંત ગોળ ધરી માનતા પૂર્ણ કરાય છે
સ્વામિનારાયણ મંદિર ખાતે મહાદેવને પ્રિય બિલ્વપત્ર તથા પુષ્પોનો તો શણગાર કરવામાં આવે છે પરંતુ મહાદેવને ગોળ પણ ધરી ભાવિકો તેની માનતા પૂર્ણ કરે છે. આમ તો વર્ષ પર મહાદેવની આરાધના કરવામાં આવે છે પરંતુ શ્રાવણ માસ દરમિયાન દ્રી લઘુદ્ર સહિતના પાઠ દ્રારા પણ મહાદેવને રિઝવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application