જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક બાઈક ચાલક યુવાન ખુલ્લી કેનાલમાં ખાબક્યો: રાહદારીઓએ બચાવ્યો

  • September 25, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી વિસ્તારમાં આજે સવારે એક યુવાન અકસ્માતે ખુલ્લી ગટરની કેનાલમાં બાઇક સાથે ખાબકયો હતો. અન્ય રાહદારીઓએ તુરતજ મદદ માટે દોડી જઇ બહાર કાઢી લેતાં જાન હાની ટળી હતી.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં નીલકમલ સોસાયટી માંથી પસાર થતી ખુલ્લી ગટરની કેનાલમાં આજે સવારે એક બાઈક ચાલક અકસ્માતે નીચે ખાબકી પડ્યો હતો.

બાઈક સહિત પાણીમાં પડ્યો હોવાથી ભારે દોડધામ થઈ હતી. આ સમયે ત્યાંથી પસાર થનારા અન્ય લોકોએ તાત્કાલિક અસરથી ગટરમાં પડી ગયેલા યુવાનને હેમ ખેમ બહાર કાઢી લીધો હતો. જેથી જાનહાનિ ટળી હતી. તેનું બાઈક પણ ગટરમાં પડ્યું હોવાથી તેને બહાર કાઢવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application