કલ્યાણપુર નજીક બોલેરોની હડફેટે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ

  • July 26, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અજાણ્યા બોલેરોચાલકની શોધખોળ કરતી પોલીસ

રાજકોટના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સહકાર રોડ પર રહેતા પ્રતિકભાઈ રમેશભાઈ ધનાણી નામના ૩૫ વર્ષના યુવાન સોમવારે પોતાના જી.જે. ૦૩ એલ.ક્યુ. ૬૭૫૦ નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ લઈ અને દ્વારકા જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે ૩૫ કિલોમીટર દૂર ભોગાત ગામે આવેલા એક મંદિર પાસે પહોંચતા આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા બોલેરો વાહનના ચાલકે પ્રતિકભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલક પ્રતિકભાઈને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી્, આરોપી બોલેરો ચાલક પોતાનું વાહન લઈને નાશી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પિતા રમેશભાઈ ઉર્ફે રમણીકલાલ દેવજીભાઈ ધનાણી (ઉ.વ. ૬૭, રહે. રાજકોટ)ની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ભાટીયા આઉટ પોસ્ટના પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application