ઘરે પરત ફરી રહેલા આઘેડને મોરાણા ગામ પાસે ઇકો કારે હડફેટમાં લઇ કચડી નાખ્યા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતા ૫૮ વર્ષના બાઈક સવાર આધેડ ને ઇકો કાર ના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થયા પછી કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોતાના સંબંધીને ત્યાં લગ્ન નું કામ પતાવીને પરત ફરતી વેળાએ પીઠડ પાસે ઇકો કારના ચાલકે બાઈકને ઠોકારે ચડાવી કચડી નાખ્યા હતા, અને કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતા રાયધનભાઈ ભગવાન બસિયા (ઉ.વ.૫૮) ગઈકાલે પોતાના સંબંધીને ત્યાં લગ્નના કામ અર્થે ગજડી ગામે ગયા હતા, અને ત્યાંથી પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન પીઠડ ગામના પાટીયા પાસે શીતળા માતાજીના મંદિર નજીક પુર ઝડપે આવી રહેલી જીજે જી.જે.૩૬ એ.સી. ૫૫૦૦ નંબરની ઇકો કારના ચાલક પીઠડ ગામના નરેશભાઈ ગોવિંદભાઈ પઢીયારે બાઈક ને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક ચાલક રાધનભાઈ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને તેઓને ૧૦૮ નંબર એ એમ્બ્યુલન્સ મારફતે ધ્રોળની સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ગીરીશ રાયધનભાઈએ પોતાના પિતાના બાઈકને ઠોકરે ચડાવી મૃત્યુ નિપજાવનાર ઇકો કારના ચાલક નરેશ ગોવિંદભાઈ પઢીયાર સામે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech