જામનગર શહેરમાંથી બાઈક અને રીક્ષાની ઉઠાંતરી

  • February 01, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાહન તસ્કર ટોળકી પુન: સક્રીય બન્યાના એંધાણ

જામનગર શહેરમાંથી એક મોટરસાયકલ તેમજ એક ઓટો રીક્ષાની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
 જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતા રાજેશભાઈ નરોતમભાઈ સિંધી ભાનુશાળી તળાવની પાળે ગેટ નંબર-૯ની સામે આવેલી પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦સીકે-૭૫૭૦ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગરમાં વેલનાથ પરા શેરી નંબર ૨૨ માં રહેતા, મુળ હર્ષદપુર ગામના વતની અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા લાલજીભાઈ પોપટભાઈ રાંદલપરાએ સીટી-સીમાં અજાણ્યા ઇસમ સામે રીક્ષા ચોરી અંગે ફરીયાદ કરી હતી. જે મુજબ ફરીયાદીએ તેના દીકરાના ઘરની બહાર શેરીમાં ઓટો રીક્ષા નં. જી.જે.-૩ એ.યુ. ૩૨૬૮ નંબરની ઓટો રીક્ષા કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ  કરતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
કાલાવડના બસ ડેપોમાંથી ચોરાયેલુ બાઇક મળ્યું

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. પટેલ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન કાલાવડના બસ ડેપોમાં નંબર પ્લેટ વગરનું એક મોટરસાયકલ બીન વારસુ હાલતમાં મળી આવ્યું હતું.
 જે કાલાવડ પોલીસની ટિમ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, અને તેના ચેસીસ નંબરના આધારે તપાસણી કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન ઉપરોક્ત મોટરસાયકલ મોરબી જિલ્લામાંથી ચોરી થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કાલાવડ પોલીસે મોરબી એ-ડીવીઝન પોલીસનો સંપર્ક સાધ્યો છે, અને મોટરસાયકલ સુપ્રત કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News