યુક્રેનમાં મોટી દુર્ઘટના... ઈમારત સાથે અથડાતા હેલિકોપ્ટર થયું ક્રેશ, ગૃહમંત્રી સહિત 16ના મોત

  • January 18, 2023 09:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



યુદ્ધની વચ્ચે યુક્રેનની રાજધાની કિવમાં બુધવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં યુક્રેનના ગૃહમંત્રીનું પણ મોત થયું છે. હેલિકોપ્ટર દુર્ઘટના નાના બાળકોની સંભાળ રાખતા કેન્દ્ર પાસે થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 2 બાળકો સહિત કુલ 16 લોકોના મોત થયા હતા. તે જ સમયે, યુક્રેનના ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ રાજધાની કિવથી 20 કિલોમીટર દૂર બ્રોવરી વિસ્તારમાં થયો હતો. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application