BREAKING NEWS

કચ્છમાં ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: ૪.૩૪ કરોડનો મુદ્દામાલ કબજે

  • July 03, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના મુંદ્રા હાઇવે પર ચાલતા ઓઇલ ચોરીના મોટા કારસ્તાનનો એસએમસીની ટીમે પર્દાફાશ કર્યેા છે. ચોરાઉ ઓઈલ સહિત ૪.૩૪ કરોડના મુદામાલ સાથે ૧૧ શખસોને ઝડપી લેવાયા છે. પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે ૬ ટેન્કર, ૨ લાખ કિલોથી વધુ ઓઇલ, ચોરીના સાધનો જ કરી આદિપુરના મુખ્ય સૂત્રધાર અબ્દુલ હાલેપોત્રા સહિત ૫ શખસોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.એસએમસીની ટીમે પશ્ચિમ કચ્છ–ભુજ જિલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં ઓઇલ ચોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યેા છે. પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે મુન્દ્રા હાઇવે પર આવેલા રતાડીયા (ગણેશવાલા) ગામની સીમમાં દરોડો પાડીને કુલ .૪,૩૪,૫૨,૬૩૫ નો મુદ્દામાલ જ કર્યેા છે. આ મેગા ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી ઓઇલ ચોરીના નેટવર્કમાં સામેલ ૧૧ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, યારે મુખ્ય સંચાલક સહિત અન્ય ૫ સાગરીતોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડો મોખા ટોલ પ્લાઝાથી મુન્દ્રા તરફ જતા હાઇવે પર, શિવમ હોટેલની બાજુમાં આવેલા ખુલ્લા મેદાન (રતાડીયા સીમ) માં પાડવામાં આવ્યો હતો. આ ચોરીનું નેટવર્ક ૬૬ કેવી પેટ્રી–મુન્દ્રા લાઇન ન.ં ૫૨ ના વીજ ટાવરની નીચે બિલકુલ ગેરકાયદેસર રીતે ઓપરેટ થઈ રહ્યું હતું. આરોપીઓ ત્યાં કન્ટેનર ઊભું કરીને આખું નેટવર્ક ચલાવતા હતા. ટેન્કરોમાંથી કિંમતી ઓઇલ ચોરી કરી તેને પ્લાસ્ટિકના બેરલ અને કેરબામાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું.
દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ઓઇલ ભરેલા ટેન્કરો અને ચોરી કરવા માટે વપરાતા અધતન સાધનો કબજે કર્યા છે. જેમાં  ૧.૫૦ કરોડની કિંમતના ૬ ઓઇલ ટેન્કર અને તેમાં ભરેલું ૨,૦૫,૧૭૦ કિલો ઓઇલ .૨.૮૧ કરોડનું જ કરાયું છે. આ સિવાય ટેન્કરમાંથી ચોરી કરાયેલું .૧,૭૮,૦૯૦ ની કિંમતનું ૧,૪૬૫ કિલો ઓઇલ પણ અલગથી મળી આવ્યું હતું. ઉપરાંત બાઈક, ૧૦ મોબાઇલ ફોન, ૫૦ પ્લાસ્ટિકના બેરલ, કેરબા, ઇલેકિટ્રક મોટર, પ્લાસ્ટિક પાઇપો, વજન કાંટો, લીકેજ સ્ટોપર્સ, ઓઇલ ટ્રાન્સફર કરવાની આયર્ન પાઇપ અને અન્ય નાના–મોટા સાધનો મળી આવ્યા છે. પોલીસે દરોડા દરમિયાન ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને રાજસ્થાનના આરોપીઓને ઝડપી લીધા હતાં. જેઓ અહીં ડ્રાઇવર અથવા કલીનર તરીકે કામ કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજેશકુમાર રામવીરસિંહ રાજપૂત (ઉ. ૩૨, ઉત્તર પ્રદેશ), અવનિશ રામશંકર કાશ્યપ (ઉ. ૨૨, ઉત્તર પ્રદેશ), ચંદ્રિકા ભોલાદા પાંડે (ઉ. ૪૧, ઝારખંડ), વિક્રમસિંહ ભવરસિંહ ભાટી (ઉ. ૨૩, રાજસ્થાન), વિકાસકુમાર યનારાયણ મહેતા (ઉ. ૩૨, ઝારખંડ),કશિવકુમાર રાજારામ પાસવાન (ઉ. ૪૦, ઝારખંડ), શકતા માશાભાઈ મુંધવા (ઉ. ૩૫, રહે. ભચાઉ, કચ્છ), અણ મુના ઉરાંવ (ઉ. ૩૩, ઝારખંડ), શનીકુમાર બંગાળી પ્રસાદ મહેતા (ઉ. ૨૧, ઝારખંડ),વઆકાશકુમાર રાજારામ યાદવ (ઉ.૩૧, ઉત્તર પ્રદેશ) અને પ્રભાત ભૂષણસિંહ સભાપતિસિંહ (ઉ. ૨૮, બિહાર) નો સમાવેશ થાય છે. જયારે મુખ્ય સૂત્રધાર ગણાતા અબ્દુલ ગફુર અહેમદ હાલેપોત્રા (રહે. આદિપુર), પંકજ (રહે. અંજાર), ધ્રુવરાજસિંહ પ્રધુમનસિંહ જેઠવા (રહે. અંજાર), ગોપાલ લાઘા ગઢવી (રહે. વોવાર, મુન્દ્રા) અને હરભમ રબારીને વોન્ટેડ જાહેર કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application