સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આસારામ અને નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં સાક્ષીઓ પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી તામરાજ શાહુની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આસારામ સામેના દુષ્કર્મ કેસમાં સાક્ષી આપનારા લોકોને ટાર્ગેટ કરીને હુમલો કરતો હતો. તામરાજે ગેંગ બનાવીને આ કેસના સાક્ષીઓ પર ફાયરિંગ, છરીથી હુમલો અને એસિડ એટેક કર્યા હતા.
આરોપી તામરાજ સાક્ષીના ઘરની આસપાસ ઘર ભાડે રાખીને ત્યાર બાદ સાક્ષીની રેકી કરીને હુમલો કરતો હતો. પોલીસથી બચવા માટે તામરાજે ખ્રિસ્તી ધર્મ અપનાવીને પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. આરોપી વિરુદ્ધ અલગ અલગ રાજ્યમાં પોલીસ કેસ નોંધાયા છે. તામરાજ આસારામ અને નારાયણ સાઈનો નજીકનો માનવામાં આવે છે. આરોપી આસારામ અને નારાયણને કેટલા વખત જેલમાં મળવા ગયો તેની તપાસ કરવામાં આવશે.
સુરત ક્રાઇમ બ્રાંચે આરોપી તામરાજ શાહુને ઝડપી પાડીને આસારામ કેસમાં એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech