રેશનકાર્ડ ઈ–કેવાયસી માટે સરકારની મોટી રાહત: મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાઈ

  • January 13, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેશનકાર્ડ ધારકોએ ઈ–કેવાયસી કરાવ્યું ન હોય તો મૂંઝાવવાની જર નથી, સરકાર દ્રારા ઈ–કેવાયસીની મુદતમાં વધુ એક વખત વધારો કરી ૩૧ માર્ચ સુધી લંબાવામાં આવી છે.
ફડ એન્ડ પબ્લિક ડિસ્ટિ્રબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મળતી માહિતી મુજબ તમામ રેશનકાર્ડ ધારકોને ઈ–કેવાયસી કરાવવા માટે ૩૧ ડિસેમ્બરની સમય મર્યાદા આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં ઘણા લોકોએ ઈ–કેવાયસી કરાવ્યું ન હતું આવી સ્થિતિમાં લોકો યોજનાકીય લાભથી વંચિત રહી ન જાય એ માટે કેન્દ્ર સરકાર દ્રારા વધુ એક વખત ઈ–કેવાયસીની સમય મર્યાદામાં વધારો કરી ૧ માર્ચ સુધી કરવામાં આવી છે.
ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. અલગ–અલગ લોકોની જરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર તેમના અનુસાર યોજનાઓ લાવે છે. ભારત સરકાર રાષ્ટ્ર્રીય ખાધ સુરક્ષા કાયદા હેઠળ આ લોકોને ઓછા ભાવે રાશન અને મફત રાશનની સુવિધા પૂરી પાડે છે. રેશન કાર્ડ બતાવીને લોકો સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે.
ભારતમાં હાજર તમામ રેશનકાર્ડ ધારકો. ખાધ વિભાગ દ્રારા તે બધાને સૂચના જારી કરવામાં આવી છે કે તેઓએ તેમના રેશનકાર્ડનું ઈ–કેવાયસી ફરીથી કરાવવું પડશે. પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ હજુ પણ ઈ–કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. એટલું જ નહીં, વારંવાર સમયમર્યાદા લંબાવવા છતાં પણ લાખો રેશનકાર્ડ ધારકોના ઈ–કેવાયસી બાકી છે. જો આ રેશનકાર્ડ ધારકોએ ઈ–કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. તો ૩૧ માર્ચ પછી તેમને રાશન મળવાનું બધં થઈ જશે તેમ પણ ઉમેયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application