દિલ્હીએ 7 મેના રોજ તેના ઘર અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું હતું અને આ મેચમાં પંત ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થયો હતો. દિલ્હીએ સંપૂર્ણ 20 ઓવર નાખવા માટે નિર્ધારિત સમય કરતા 10 મિનિટ વધુ સમય લીધો હતો.
આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી સ્લો ઓવર રેટથી ફટકો પડ્યો હોય. આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીએ આવું કર્યું છે અને તેથી જ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, નહીં તો તેના પર માત્ર દંડ ભરાયો હોત. જ્યારે પંતને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે, તો ટીમના ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. પ્લેઈંગ-11માં સામેલ ટીમના તમામ ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે. આમાં ઇમ્પેક્ટ પ્લેયર્સનો પણ સમાવેશ થાય છે.
પંત અને ટીમને બચાવવા માટે દિલ્હી કેપિટલ્સે રેફરીના આ નિર્ણય સામે અપીલ કરી હતી. પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. દિલ્હીની અપીલ બીસીસીઆઈ લોકપાલને પણ મોકલવામાં આવી હતી. લોકપાલે સુનાવણી હાથ ધરી અને પછી કહ્યું કે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે. દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાં છે અને તેને આગલા રાઉન્ડમાં જવા માટે તેની બંને મેચ જીતવી પડશે, પરંતુ આગામી મેચમાં પંતની ગેરહાજરી આ ટીમ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. દિલ્હીની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech