મોદી સરકારની મોટી તૈયારી, ઘર ખરીદનારને મળશે સસ્તી હોમ લોન, જાણો સંપૂર્ણ વિગતો

  • September 25, 2023 09:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર શહેરોમાં લોકોને કન્સેશનલ હોમ લોન આપવા માટે આગામી પાંચ વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું વિચારી રહી છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા બેંકો આવી સ્કીમ શરૂ કરે તેવી શક્યતા છે. આ પહેલીવાર નથી જ્યારે સરકારે શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા ધિરાણકર્તાઓને વ્યાજ સબસિડી ઓફર કરી હોય.


ઘણા લોકો ઘર બનાવવા માટે હોમ લોન લે છે. ઘણા લોકો લોન ચુકવવામાં ઘણો સમય લાગી જાય છે. સરકાર આગામી પાંચ વર્ષમાં રાહત દરે લોન ઉપલબ્ધ કરાવી શકે છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા બેંકો આવી સ્કીમ શરૂ કરે તેવી સંભાવનાઓ છે.


આવી જ યોજના 2017-2022 વચ્ચે ચાલી હતી, જે હેઠળ એક કરોડથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. વાસ્તવમાં આવી યોજના લાવવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરી હતી, પરંતુ તેની વિગતો આપવામાં આવી ન હતી. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર 9 લાખ રૂપિયા સુધીની લોન 3-6.5 ટકાના દરે આપવામાં આવશે.


આ લોકોને થશે ફાયદો

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા તમામ લોકો આ યોજના માટે પાત્ર બનશે જે 20 વર્ષના સમયગાળા માટે 50 લાખ રૂપિયાથી ઓછીની હોમ લોન લેશે. વ્યાજમાં મળતી છૂટ સરકાર દ્વારા લાભાર્થીઓના હાઉસિંગ લોન ખાતામાં અગાઉથી જમા કરવામાં આવશે. જો આ યોજના અમલમાં આવે તો શહેરી વિસ્તારોમાં રહેતા 25 લાખ લોકોને ફાયદો થઈ શકે છે.


અન્ય એક અધિકારીએ કહ્યું કે તેઓ આવનારા સમયમાં એક નવી સ્કીમ લઈને આવી રહ્યા છે, તેનાથી એવા પરિવારોને ફાયદો થશે જેઓ શહેરોમાં રહે છે, પરંતુ ઊંચા ભાડાને કારણે ઝૂંપડપટ્ટી, ચૌલ અને અનધિકૃત કોલોનીઓમાં રહેવાની ફરજ પડે છે. હાલમાં બેંકોને કોઈ વધારાની મદદ આપવામાં આવી નથી, પરંતુ આ અંગે ટૂંક સમયમાં એક બેઠક યોજાય તેવી શક્યતા છે. બેંકોએ લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application