એર ઈન્ડિયાની મોટી બેદરકારી, ખોરાકમાં મળી મેટલ બ્લેડ

  • June 17, 2024 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં મોટી બેદરકારી સામે આવી છે. ફ્લાઈટમાં એક યાત્રીના ખોરાકમાંથી મેટલની બ્લેડ મળી આવી હતી. આ વાતની પુષ્ટિ એરલાઈન્સે જ કરી છે. એરલાઇનના અધિકારી રાજેશ ડોગરાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા પુષ્ટિ કરે છે કે અમારી એક ફ્લાઇટમાં મુસાફરોના ખોરાકમાં ધાતુની વસ્તુ મળી આવી હતી.


તેને વધુમાં કહ્યું કે તપાસ પછી જાણવા મળ્યું કે તે અમારા કેટરિંગ પાર્ટનરની સુવિધાઓમાં વપરાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી મળી આવી હતી. અમારા દ્વારા કેટરિંગ પાર્ટનર્સ સાથે મળીને આવી ઘટનાઓને રોકવા માટેના મજબૂત પગલાં લેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application