ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વૈશ્વિક સ્તરે મહિલા ક્રિકેટને વધુ મજબૂત અને રોમાંચક બનાવવા માટે કેટલાક અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે મળેલી મહત્વની બેઠકમાં કાઉન્સિલ દ્વારા વર્ષ ૨૦૨૭માં રમાનારી સૌપ્રથમ વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા નિર્ણયો પાછળ ક્રિકેટ જગતના નવા ચેરમેન જય શાહનું વિઝન અને રમતનો વૈશ્વિક વિકાસ મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યા છે.
વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૭,હવે જૂનને બદલે ફેબ્રુઆરીમાં જામશે જંગ
પહેલાં આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જૂન-જુલાઈ ૨૦૨૭ દરમિયાન રમાવાની હતી, પરંતુ હવે તેમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.
નવી તારીખો: આ ટૂર્નામેન્ટ હવે ૧૪ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન રમાશે.
બદલાવનું કારણ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં મહિલા ક્રિકેટને એક સ્પેશિયલ વિન્ડો આપવા અને ખેલાડીઓ માટે હવામાનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વાતાવરણ સુનિશ્ચિત કરવા આ નિર્ણય લેવાયો છે.
ઉભરતા દેશો માટે ગુડ ન્યૂઝ
'વિમેન્સ ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી ૨૦૨૬' ને મંજૂરીમહિલા ક્રિકેટનો વ્યાપ વધારવા માટે આઇસીસી એક નવી અને અનોખી ટૂર્નામેન્ટ શરૂ કરવા જઈ રહ્યું છે આ નવી ટૂર્નામેન્ટ વર્ષ ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે.
ટીમોનું માળખું
આમાં કુલ ૧૦ દેશોની ટીમો ભાગ લેશે, જેમાં 5 ફૂલ મેમ્બર દેશો અને એસોસિએટ મેમ્બર દેશોની ટીમોનો સમાવેશ થશે.
લાભ:- આનાથી નાના અને ઉભરતા દેશોની મહિલા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો બહોળો અનુભવ મળશે.
pkવિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૮:- પાકિસ્તાન કરશે યજમાની, પણ ભારત ન્યૂટ્રલ વેન્યુ પર રમશે
આઇસીસી બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૮માં યોજાનારા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપના ક્વોલિફિકેશનના નિયમો અને યજમાન દેશની પણ જાહેરાત કરાઈ છે:
મેજબાન દેશ:- આ વર્લ્ડ કપની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને સોંપવામાં આવી છે.
ભારતની મેચો:-સુરક્ષા અને રાજદ્વારી કારણોસર ભારતીય ટીમની તમામ મેચો પાકિસ્તાનને બદલે કોઈ ન્યૂટ્રલ વેન્યુ (તટસ્થ સ્થળ) પર રમાડવામાં આવશે.
ટૂર્નામેન્ટનું ફોર્મેટ:- આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમો ભાગ લેશે, જેમાંથી ૧૦ ટીમો સીધી ક્વોલિફાય થશે અને બાકીની ૨ ટીમો ગ્લોબલ ક્વોલિફાયર મેચો રમીને આગળ આવશે