તારાણા ટોલનાકે બબાલ : બુમબેરીયર તોડી નાખ્યું

  • November 07, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોલ ટેક્ષ આપવા બાબતે જીભાજોડી કરી : ઝીંઝુડા ગામના ૩ શખ્સ સામે ફરીયાદ

જોડિયાના તારાણા ગામ પાસે આવેલ ટોલ નાકે ટેક્ષ આપવા બાબતે કર્મચારી સાથે બોલાચાલી કરી બુમબેરીયર તોડી નાખીને નુકશાન કર્યાની મોરબીના ઝીંઝુડા ગામના ૩ શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુનાગઢના કેશોદની આલાપ કોલોનીના વતની અને હાલ જોડિયાના તારાણા ગામે આવેલ ટોલનાકા ખાતે રહેતા કર્મચારી મિલન પરબતભાઇ વાઢીયા (ઉ.વ.૨૪) એ ગઇકાલે જોડીયા પોલીસ સ્ટેશનમાં મોરબીના ઝીંઝુડા ગામના અને ગ્રે કલરની કાર નં. જીજે૧૦સીએન-૭૫૮૬માં બેઠેલા મેમુદ સીદીક દલ તથા સીદીક જાકુબ દલ અને ઇકબાલ સીદીક દલ આ ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪, પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ગઇકાલે તારાણા ગામ પાસે આવેલ ટોલનાકે અલ્ટો કારમાં બેઠેલા આરોપીએ ફરીયાદી મિલનભાઇ સાથે ટોલ ટેક્ષ ન આપવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી તેમજ ટોલ ટેક્ષ ઉપર આવેલા બુમબેરીયર તોડી નાખી રુા. ૨૮૦૦નું નુકશાન પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી. જે ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તારાણા પાસે ટોલનાકાને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો દરમ્યાન રોડનું કામ અધુરુ છે, ટેક્ષ શા માટે તે બાબતે નાકે બબાલ થયાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application