ચલાલાના નવા ચરખામાં ભુવાને મોઢામાં ચંપલ લેવડાવી, વાળ કાપી બે હાથે માફી મગાવ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અજાણ્યા શખસો દ્વારા આવું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખસોએ ભુવા પાસે આ અંગેનું લખાણ પણ કરાવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સુરતમાં ઘટના બની હોવાનું પોલીસે કહ્યું
પ્રાપ્ત વિગત મુજબ, ધારીના ચલાલા નજીક નવા ચરખા ગામે રહેતા અને માતાજીના ભુવા ભરત કુંજડિયા સાથે અજાણ્યા શખસોએ તાલીબાની સજા આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વિજ્ઞાન જાથા સિવાય આ કામ કરતા તત્વો કોણ છે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. વાઇરલ વીડિયો અંગે અમરેલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા સુરત મુકામે આ ઘટના બની હોવાનું પોલીસનું કહેવું છે.
મેં તાંત્રિક વિધિ કરી હતી
વીડિયોમાં ભુવાએ જણાવ્યું કે, મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, ગામ નવા ચરખા છે. પરેશભાઈ છે એ મારા મામાનો દીકરો છે. મેં તાંત્રિક વિધિ કરી હતી. જેની હું માફી માંગુ છું. હું રણુજાવાળાની સાક્ષીમાં માફી માંગુ છું. એનો કોઈ ગુનો નહોતો. આ લખાણ મે કરી દીધું છે. મેં કોઈના દબાણથી કર્યું નથી. રાજીખુશીથી મેં લખાણ કર્યું છે. આજથી હું આ બધું બંધ કરૂ છું અને માફી માંગુ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech