રાજકોટના મવડી વિસ્તારમાં એક વર્ષથી ભુવાની સાથે રહેતી નર્સિંગની યુવતીએ હોળીના દિવસે ઝેરી દવા પી લીધી હતી, જેનું સોમવારે રાત્રે મોત નીપજ્યું હતું, મવડીના ભુવાએ યુવતીને તેના પિતા ગુજરી જશે તેની વિધિ કરવી પડશે તેમ કહી તેને ફસાવી હતી અને પોતાની સાથે રાખતો હતો, ભુવાના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હવે ફરાર ભુવાએ પોતાના બચાવમાં વોટ્સએપ ચેટ અને વીડિયો જાહેર કર્યા છે.
વોટ્સએપ ચેટમાં શું લખ્યું છે
‘કેતન સોરી યાર મારા જીવ મારાથી હવે ઘરનું ટોર્ચર સહન નથી થતું. પપ્પા મમ્મીને કાયમી દારૂ પીને મારે છે. તમારા ધંધાના પૈસા મેં મમ્મીને મોકલી દીધા યાર તમે માગ્યા ન હતા. મમ્મી કે દાગીના છોડાવી દે, હવે હું ઘરથી સાવ કંટાળી ગઈ છું. મેં એકવાર દવા પીધી એ પણ એના ત્રાસથી. કાયમી પપ્પા દારૂ પી ઝઘડા કરે હું તમારી સાથે શાંતિથી રહેવા માંગુ છું. પણ દિકા શું કરું તમે મને કંઇ ઘટવા નથી દીધું, જાન હું મરીને પણ તમારી સાથે રઇશ. મેં દવા પી લીધી છે. તમે ગયા પછી મમ્મીનો કોલ હતો. જીવ મને માફ કરજો.’
માતા-પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ
રાજકોટના મવડી ગામમાં કોમલ નામની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેવાના કેસમાં રાજકોટ તાલુકા પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદ પરથી આરોપી કેતન સાગઠીયા (ભૂવા) સામે મરવા મજબુર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. જો કે આરોપી કેતન સાગઠીયા હજુ પોલીસ પકડથી દૂર રહ્યો છે. દરમિયાન સોશિયલ મીડિયામાં આરોપી કેતન સાગઠિયાએ એક વીડિયો તેમજ સ્ક્રીનશોટ જાહેર કરી યુવતીએ તેના માતા પિતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કેતન ભૂવાએ દાવો કર્યો છે કે, તેના પિતા દારૂ પી ઘરે ઝઘડો કરતા હતા મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે, અમારી બન્ને વચ્ચે કોઇ મતભેદ નથી.
આરોપી કેતન સાગઠિયા હજુ પોલીસ પકડથી દૂર
રાજકોટમાં થોડા દિવસ પહેલા ભૂવા કેતન સાગઠિયાના ત્રાસથી કોમલ સોલંકી નામની યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જે બાદ તાલુકા પોલીસે મરવા મજબુર કરવા કલમ હેઠળ ગુનો નોંધી આરોપી કેતન સાગઠીયાની શોધખોળ હાથ ધરી છે અને હજુ સુધી તે પોલીસ પકડથી દૂર છે. દરમિયાન કેતન સાગઠિયાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરી એક સ્ક્રિનશોટ શેર કર્યો છે. જેમાં યુવતીએ કેતન ભૂવા નહિ પરંતુ તેના માતા-પિતાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં શહેરના મવડી વિસ્તારમાં રહેતા કેતન સાગઠિયાના ઘરે કોમલ સોલંકી (ઉ.વ.26) નામની યુવતીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં 17 માર્ચે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે પોલસી મરવા મજબૂર કરવા બદલ ભૂવા કેતન સાગઠિયા સામે ફરિયાદ નોંધી હતી. પરિવારનો આક્ષેપ છે કે, ભૂવાએ તેમની દીકરીને મારી નાખી છે. થોડા સમય પહેલાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી. જેમાં ભૂવો શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech