ભૂપેશ બઘેલને રોકડ પહોંચાડવા ગયો હતો ઇડીએ ફરી ચાર્જશીટમાં લગાવ્યા આરોપ

  • January 06, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાદેવ સટ્ટા એપ કેસમાં નવો વળાંક આવ્યો છે. ઇડીની બીજી ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ ફરી સામે આવ્યું છે. ઇડીએ કોર્ટને જણાવ્યું કે આરોપી અસીમ દાસ તેના અગાઉના નિવેદન પર અડગ છે જેમાં તેણે કહ્યું હતું કે તેને ભૂપેશ બઘેલને રોકડ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હતો. મહાદેવ બેટિંગ એપ કેસના મુખ્ય આરોપીઓમાંથી અસીમ દાસે દાવો કર્યેા છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને ૫૦૮ કરોડ પિયા આપવામાં આવ્યા હતા. ઇડીએ જણાવ્યું કે, અસીમ દાસે ૧૨ ડિસેમ્બરે એક નવું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે પોતાના અગાઉના નિવેદનથી પીછેહઠ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તેણે ૩ નવેમ્બરે જે નિવેદન આપ્યું હતું તે કોઈ પ્રભાવશાળી વ્યકિતના દબાણ હેઠળ આપવામાં આવ્યું હતું, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા ૨ નવેમ્બરે તેમની ધરપકડ થયા બાદ, યારે તેમણે ૨ નવેમ્બરે નિવેદન આપ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરોએ એક રાજકારણી 'બઘેલ'ને ચૂંટણી ખર્ચ માટે ૫.૩૯ કરોડ પિયા આપ્યા હતા. બાદમાં તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે તેને જાણી જોઈને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. તેને અંગ્રેજી આવડતું ન હોવા છતાં અંગ્રેજીમાં લખેલા નિવેદન પર સહી કરવાની ફરજ પડી હતી.

ઇડી એ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે, આરોપી અસીમ દાસ મહાદેવ બુકના પ્રમોટર્સ પાસેથી મળેલા ગેરકાયદેસર નાણાંને હેન્ડલ કરતો હતો. શુભમ સોનીની સૂચના પર, તે અમર્યાદિત રોકડ રકમની ડિલિવરી માટે ૨ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ દુબઈથી રાયપુર આવ્યો હતો. તે યાં રોકાયો હતો તે હોટલના મની તલાશી દરમિયાન તે મ અને કારમાંથી . ૫ કરોડથી વધુની રોકડ મળી આવી હતી. ઇડી એ ચાર્જશીટમાં દાવો કર્યેા છે કે અસીમ દાસ અગાઉ પણ શુભમ સોનીના નિર્દેશ પર દુબઈ ગયો હતો અને આ સટ્ટાબાજીમાંથી મળેલી આવકમાંથી ખર્ચ કરવામાં આવ્યો હતો. યારે ઇડી ના સમન્સના જવાબમાં શુભમ સોનીએ ૨૬ ઓકટોબરે કહ્યું હતું કે અસીમ દાસે છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓ સાથે કામ કયુ હતું.

ઇડી એ એમ પણ કહ્યું હતું કે આરોપી પાસેથી ૫.૩૯ કરોડ પિયાની રોકડ જ કરવામાં આવી છે તે એ વાતનો પુરાવો છે કે મહાદેવ બુક પ્રમોટર પાસેથી મળેલા નાણાંનું સંચાલન કરી રહ્યો હતો અને તેનો હેતુ શુભમ સોની દ્રારા ઉલ્લેખિત લોકો સુધી પહોંચાડવાનો હતો.ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યું ત્યારે તેમણે ઇડીના આરોપોને નકારી કાઢા હતા. તેમણે કહ્યું કે ભાજપ રાજકીય લાભ લેવા માટે ઇડીનો દુપયોગ કરી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ખુદ વડાપ્રધાન મોદીએ મહાદેવ એપને લઈને કોંગ્રેસ અને ભૂપેશ બઘેલ પર આકરા પ્રહારો કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application