મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ ૧૧ અને ૧૨ ના રોજ બે દિવસ માટે રાજકોટની ટૂંકી મુલાકાતે આવી રહ્યા હોવાથી સ્થાનિક તત્રં તેની તૈયારીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટમાં ઉપરા ઉપરી બે દિવસ આવી રહ્યા છે.તારીખ ૧૧ ના રોજ જસદણ ખાતે જસદણ અને વિછીયા તાલુકાના જુદાજુદા ૩૩૭ કરોડના લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે. આટકોટમાં બસ સ્ટેન્ડ, જસદણ અને વિછીયા તાલુકાના ૬૦ જેટલા ગામો માટેની સૌની યોજનાના કામો, આઈટીઆઈ માટેના બિલ્ડીંગનું નિર્માણ જેવા કામોનું મુખ્યમંત્રી લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે.
તારીખ ૧૨ ના રોજ બીજા દિવસે મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનદં સરસ્વતીની ૨૦૦ની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા ત્રણ દિવસના કાર્યક્રમના સમાપન સમારોહમાં રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા અને રાયપાલ દેવવ્રત આચાર્ય આવતા હોવાથી તે દિવસે મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૨૨ ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોવાની વાતો છે અને તે બાબતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી સ્થાનિક પ્રશાસન ખાતે એઈમ્સ, ઝનાના હોસ્પિટલ, અટલ સરોવર અને આરટીઓના પ્રોજેકટની સમીક્ષા કરશે.
ઉપરા ઉપરી બે દિવસ ગાંધીનગરથી રાજકોટ આવવાના બદલે તારીખ ૧૧ ના રોજ રાત્રિ રોકાણ રાજકોટમાં થઈ શકે કે કેમ તે બાબતે પણ શકયતા વિચારાઈ રહી છે. જોકે હજુ મુખ્યમંત્રીનો મિનીટ ટુ મિનિટ ફાઈનલ કાર્યક્રમ હજુ આવ્યો નથી. એકાદ બે દિવસમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ ફાઈનલ થયા પછી રાજકોટ અને મોરબી જિલ્લા કલેકટરને તથા પોલીસ સત્તાવાળાઓને મોકલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech