અભીનેત્રીએ નિભાવ્યો પત્રકારનો રોલ
ભૂમિ પેડનેકરની અપકમિંગ ફિલ્મ ‘ભક્ષક’નું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું નિર્માણ શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ દ્રારા કરવામાં આવ્યુ છે. ‘ભક્ષક’માં પત્રકારના રોલમાં ભૂમિ પેડનેકર જોવા મળશે.ભૂમિ પેડનેકર ઘણાં સમયથી અપકમિંગ પ્રોજેક્ટ ‘ભક્ષક’ને લઇને ચર્ચામાં રહે છે. થેંકયૂ ફોર કમિંગના રિલીઝ થયા પછી એક્ટ્રેસ નેટફ્લિક્સના અપકમિંગ ક્રાઇમ ડ્રામા ‘ભક્ષક’થી જોરદાર પાછી ફરવા તૈયાર છે. હવે એક્ટ્રેસ સાચી ઘટનાથી પ્રેરિત આ ફિલ્મનું ટિઝર આજે રોજ રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મ થેંક્યુ ફોર કમિંગ પછી એક્ટ્રેસ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. ‘ભક્ષક’માં ભૂમિ પેડનેકર ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટનો રોલ પ્લે કરતી જોવા મળી રહી છે. સોશિયલ મિડીયામાં ‘ભક્ષક’નું ટિઝર ઝડપથી વાયરલ થઇ રહ્યુ છે. આ ટીઝર લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે.
‘ભક્ષક’નું ટીઝર
‘ભક્ષક’ના મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ છે. આ ટીઝરને દર્શકોને ફૂલ ટૂ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ટીઝરમાં તમે જોઇ શકો છો કો એક મહિલાને ન્યાય મેળવવા માટેની જર્નીની કહાની કેવી છે. વૈશાલી સિંહના રૂપમાં ભૂમિ એક ઇનવેસ્ટિગેટિવ જર્નાલિસ્ટના રોલમાં દમદાર ભૂમિકામાં જોવા મળવાની છે જે અપરાધોને સામે લાવવા માટે ઇચ્છે છે. જો કે ટીઝરમાં વધારે કંઇ દેખાડવામાં આવ્યુ નથી, પરંતુ આમાં ભૂમિ એકદમ અલગ અંદાજમાં નજરે પડવાની છે.
આ દિવસે ‘ભક્ષક’ રિલીઝ થશે
‘ભક્ષક’ 9 ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ, શાહરુખ ખાનનું પ્રોડક્શન હાઉસ છે. કિંગ ખાન છેલ્લે એટલીની જવાની અને રાજકુમાર હિરાની ડંખીમાં જોવા મળ્યો હતો. ‘ભક્ષક’ આ વર્ષે આ બેનરની પહેલી ડિઝિટલ રિલીઝ છે. જેનો લાસ્ટ ડિઝિટલ આઉટપુટ જસમીત કે રીન ની ડાર્ક કોમેડી ડાર્લિંગ્સ હતી, જેમાં આલિયા ભટ્ટ હતી.
‘ભક્ષક’ના સ્ટાર કાસ્ટ
આ અપકમિંગ ક્રાઇમ ડ્રામા ‘ભક્ષક’ સાચી ઘટનાઓથી પ્રેરિત છે, જેનું પ્રીમિયર નેટફ્લિક્સ ઇન્ડિયા પર થશે. આ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટની પ્રસ્તુતિ છે જેમના નિર્માતા ગૌરી ખાન અને ગૌરવ વર્મા છે. ફિલ્મનું નિર્દેશન પુલકિતે કર્યુ છે. ભૂમિ સિવાય આ ફિલ્મમાં સંજય મિશ્રા, આદિત્ય શ્રીવાસ્તવ અને સાઇ તામ્હણકર જેવા સિતારાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો કે ફેન્સ આ રોલમાં ભૂમિને જોવા માટે સુપર એક્સાઇટેડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech