આ એક્ટ્રેસ 29 વર્ષની વયે 2-3 કે 4 વાર નહીં પણ 25 વાર દુલ્હન બની

  • March 03, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડ એક્ટ્રેસિસ સુષ્મિતા સેન, બિપાશા અને મલાઇકા અરોરાની ફેન છે
  • ભોજપુરી અભિનેત્રી મહેંદી કે રંગ પિયા કે સંગ ફિલ્મમાં કામ કરી રહી છે


બોલીવૂડ અને સાઉથની જેમ ભોજપુરી ફિલ્મોનો પણ એક બહોળો ચાહકવર્ગ છે. તેના કલાકારો પણ હવે બહુ લોકપ્રિય થઇ રહ્યા છે. ટીવી પડદાની પ્રેરણા શ્વેતા તિવારી પણ ભોજપુરી ફિલ્મોનો ભાગ બની ચૂકી છે. ત્યારે એક એક્ટ્રેસ એવી છે, જેણે 29 વર્ષની વયે 25 વાર દુસ્હન બનીને રેકોર્ડ કર્યો છે.

અભિનેતાઓ અને અભિનેત્રીઓ ઘણીવાર સ્ક્રીન પર વર-કન્યા બની જાય છે. ઘણી વખત આપણને જોવા મળે છે કે, કલાકારો વાસ્તવિક જીવનમાં એક વાર પણ વર કે દૂલ્હન નથી બનતા, જોકે તેઓ રીલમાં રેકોર્ડ તોડી નાખે છે. આવી જ એક ભોજપુરી અભિનેત્રી ચાંદની સિંહ રિલ લાઇફમાં એક વાર નહીં 25 વાર દુલ્હન બની છે. 

 ચાંદની સિંહની આજકાલ મહેંદી કે રંગ પિયા કે સંગ'નું શૂટિંગ કરી રહી છે. તેના સેટ પરથી તેની દુલ્હનના ગેટઅપની તસવીરો પણ સામે આવી હતી, જેમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આમાં તે ઉત્કર્ષ રાજ અને વિક્રાંત સિંહ સાથે જોવા મળશે. તેનું શૂટિંગ યુપીના બસ્તીમાં ચાલી રહ્યું છે.સેટ પર તેને પૂછવામાં આવ્યું કે તે કેટલી વાર ફિલ્મોમાં દુલ્હન બની છે? તો તેણે ખુલાસો કર્યો કે 29 વર્ષની ઉંમરમાં 25 વખત દુલ્હન બની છે. આ પહેલા અભિનેત્રી કલ્લુની ફિલ્મ સસુરારી ઝિંદાબાદમાં દુલ્હન તરીકે જોવા મળી હતી.


ચાંદની સિંહે ભોજપુરીમાં પવન સિંહ, અરવિંદ અકેલા કલ્લુ અને અંકુશ રાજા જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અભિનેત્રી બોલિવૂડ સ્ટાર્સની પણ ફેન છે. આમાં સુષ્મિતા સેન, મલાઈકા અરોરા અને બિપાશા બાસુ જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે, જેમની પાસેથી તે ઘણી પ્રેરિત છે.

ચાંદની સિંહ બોલિવૂડની આ સુંદરીઓ પાસેથી કંઈક કરવાની પ્રેરણા લે છે. રિયલ લાઈફમાં અભિનેત્રી પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર છે. તે માને છે કે, તેનો ફિટનેસ પ્રત્યેનો પ્રેમ બોલિવૂડની આ ત્રણેય અભિનેત્રીઓને કારણે છે.

ચાંદની સિંહ પણ ઈચ્છે છે કે, તે તેની જેમ વર્કઆઉટ કરે અને તેના ફિટનેસ વીડિયો દ્વારા લોકોને પ્રોત્સાહિત કરે. આ અંગે તે ખૂબ જ ઉત્સાહિત પણ છે. અભિનેત્રી ખેસારી અને રિતેશ જેવા સ્ટાર્સની જેમ જ સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેના મ્યુઝિક વીડિયોને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application