વેરાવળમાં હોલિકા પ્રસંગે ભૈરવનાથદાદાની ૩૦ ફૂટ ઉંચી પ્રતિમા ભોઈ સમાજ બનાવશે

  • March 20, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ શહેરમાં ભોઇ સમાજ દ્વારા હોલીકા ઉત્સવ પ્રસંગે ભૈરવનાથ દાદાની ૩૦ ફુટ ઉંચી પ્રતિમા દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાવવામાં આવનાર છે. જે લોકોના દર્શનાર્થે તા.ર૪ના રવિવારે સવારથી ખુલ્લ ી મુકવામાં આવનાર છે.
આ અંગે ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદ તુલસીદાસ વાજા, ઉપપ્રમુખ હસમુખભાઈ કાનજીભાઈ ડોલરીયાએ જણાવેલ કે, ભોઈ સમાજ દ્વારા દર વર્ષે હોલીકા ઉત્સવમાં ભૈરવનાથ દાદાની ૩૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવે છે અને પ્રતિમાના દર્શનાર્થે વેરાવળ-પાટણ સહીત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના હજારો લોકો ઉમટી પડે છે.  દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.ર૩ ના સવારે હોલીકા ઉત્સવ નિમીતે પથ્થર, માટી તથા કુદરતી વસ્તુઓથી ભૈરવનાથ દાદાની ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવવાની શરૂઆત કરવામાં આવશે અને તા.ર૪ ના રવિવારે સવારથી જાહેર જનતાને દર્શન કરવા માટે ખુલ્લ ી મુકવામાં આવનાર છે. આશરે લગભગ ૧૩૦ વર્ષ પુર્વ ફાનસ યુગથી વેરાવળમાં હોળી અને ધુળેટીના તહેવાર નિમીતે ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથ દાદાની પ્રતિમાં બનાવવામાં આવે છે. ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવાની પરંપરા ઉતરોતર પેઢીઓએ જાળવી રાખી છે. હાલ આધુનીક યુગમાં સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની પરંપરાગત રીતે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવ નિમીતે સમાજ દ્વારા અલગ અલગ કામ માટે યુવાનોની અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવે છે. હોળીના આગલા દિવસથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવા વાળી ટીમ ૩૦ ફુટ ઉંચી પ્રતિમા બનાવવાનો પ્રારંભ કરે છે. પ્રતિમા તૈયાર થયા બાદ પ્રતિમાને સજાવવા રંગબેરંગી ચમકતા કાગળોથી શણગારવામાં આવે છે. હોળીના દિવસે સવારથી ભૈરવનાથ દાદાની પ્રતિમાને દર્શન માટે ખુલ્લ ી મુકવામાં આવે છે. ભૈરવનાથ દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી લોકો ધન્યતાનો અનુભવ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News