આદિત્યાણાના ભીમા દુલા સહિતના ઇસમોની થઇ અટકાયત

  • October 18, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના બોરીચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જે તે સમયે ગુન્હો નોંધાયા બાદ આદિત્યાણાના ભીમા દુલાનુ પણ નામ અપાયુ હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં સવારે ઉતારવામાં આવ્યા હતા અને ભીમા  દુલાને પૂછપરછ માટે પોરબંદર લવાયા છે. તો બીજી બાજુ એવુ જાણવા મળ્યું છે. આદિત્યાણામાં હથિયાર અને રોકડ પણ કબ્જે થઇ છે. અને સાંજ સુધીમાં જિલ્લા પોલીસવડા વિધીવત રીતે પે્રેસકોન્ફરન્સ યોજીને માહીતી જાહેર કરશે.
વીસ પચીસ દિવસ પહેલા બોરીચા ગામે માર મારવામાં આવેલ હતો જે સબબ અજાણ્યા શખ્શો વિ‚ધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ફરિયાદ ત્રણ શખ્શો સામે નોંધવામાં આવેલ જેમાં બે શખ્શો માર મારવામાં, એક શખ્શ મોટર સાયકલમાં બેઠેલ તેમ જણાવવામાં આવેલ હતું.
બોરીચાના મહેર અગ્રણી ભીમા દુલાભાઇ ઓડેદરાનું નામ આપ્યુ હોવાની ચર્ચા વચ્ચે આજે વહેલી સવારે પાંચ  વાગ્યાથી આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરેલ અને બોરીચા પાટીયા પાસે ઓલ ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાની વાડી પાસે દસ થી પંદર પોલીસ જીપો ખડકાઇ ગયેલ હતી. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એલ.સી.બી. સહિતના સ્ટાફ સાથે ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાની પૂછપરછ કરાઇ હતી વધુ તપાસ અર્થે સવારે ૯ વાગ્યે ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાને પોરબંદર પોલીસ સ્ટેશને લઇ જવાયેલ છે. આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરતા સવારથી લોકોમાં પણ કુતૂહલ જાગેલ હતુ. ભીમા દુલાની પુછપરછ ચાલી રહી છે અને સાંજ સુધીમાં પોલીસ માહીતી જાહેર કરશે તેમ જાણવા મળ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application