ગિરનાર અંબાજી મંદિરના મહંતની નિયુકિત બાદ સંતો વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો છે સામસામે આક્ષેપ બાજી થઈ રહી છે. સંતો મહંતો વચ્ચે થઈ રહેલી નિવેદનોની ભરમારોથી ધર્મનગરી વિવાદિત નગરી થઈ રહી છે. ભુતનાથ મહાદેવ મંદિરના મહતં દ્રારા ભવનાથ મંદિરના મહતં સામે અખાડાના જ ૮કરોડની હેરાફેરી કરિયા નો આક્ષેપ કર્યેા છે અને તેમાં પત્રમાં ૮સંતો, કલેકટર અને ભાજપને જ રાષ્ટ્ર્રીય ભંડોળ આપ્યાનો ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે.એક તરફ રાય સરકાર ગીર સોમનાથમાં ચિંતન શિબિર કરી રહી છે ત્યારે પ્રવાસન અને ધર્મનગરી જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા સામ સામે આક્ષેપબાજીઓ અંગે પણ સરકાર ચિંતન કરે તેવી ભાવિકો માંથી માંગ ઉઠી છે.
ભુતનાથ મહાદેવ મંદિરના મહતં મહેશ ગીરી બાપુએ ગઈકાલે એક પત્ર જાહેર કર્યેા હતો અને તેમાં અંબાજી મંદિરના મહતં તરીકે પ્રેમગીરીજી મહારાજની નિયુકિત કરવામાં આવી છે તેમાં તેઓની સહમતી નથી અને યાં સુધી ભવનાથ મંદિરના મહતં તરીકે હરીગીરીજી મહારાજને કાઢીશ નહીં ત્યાં સુધી ચોટી ગુ ધનસુખગીરી બાપુ ની સમાધી એ શ્રદ્ધાંજલિ પણ નહીં આપું તેમ જણાવ્યું હતું તેમ જ તેઓ દ્રારા કહ્યું હતું. હરીગીરીજી મહારાજે તેના સેવકો દ્રારા મહેશ ગીરીબાપુએ તનસુખગીરી બાપુ ના સહિ સિક્કા કરાવ્યા તેનું નામ ઉછાળ્યું તે પણ યોગ્ય નહીં હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે મહેશ ગીરી બાપુએ જાહેર કરેલ લેટર બોંબમાં હરીગીરીજી મહારાજે અખાડા પરિષદના પૈસાની હેરાફેરી કરી છે તેવા આક્ષેપ સાથે જણાવી હરિગિરીએ અખાડાના લેટરપેડ ઉપર લખેલો પત્ર દર્શાવ્યો હતો અને અખાડા માંથી જ ૮.૫ કરોડ રકમ ઉપાડી લીધા છે અને તે બાબતે ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીજી મહારાજે જવાબ આપવો જોઈએ.
મહેશગીરીબાપુના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૪થી હરીગીરીજી મહારાજ ભવનાથ મંદિરના મહતં તરીકે કાર્યરત છે અને તેઓએ મંદિરને અખાડામાં સામેલ કરવા અને તેમના નામે કાયમી માલિકી હક મળે તે માટે પિયા આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.લેટર બોંબમાં કુલ ૧૧ને પિયા આપ્યા હોવાનો ઉલ્લ ેખ કર્યેા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર્રીય ભંડોળ ૫ કરોડ, કલેકટર આલોક કુમાર પાંડે ૫૦ લાખ, કલેકટર ડો રાહત્પલ ગુા ૫૦ લાખ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ ૫૦ લાખ, મહતં ઇન્દ્રભારતી ૨૫ લાખ, સિધેશ્વર ગીરી મહતં ૨૫ લાખ, મહાદેવ ગીરી ૨૫ લાખ, મુકતાનદં ગીરીબાપુ કમંડળ કુંડ મહતં ૨૫ લાખ, શિવ ઘુના વાલે મહતં ૧૫ લાખ, સેવા દેવી પુનિતાચાર્ય ૧૫ લાખ અને જયશ્રી ગીરી ગુ મહતં ગીરી ૨૫ લાખ એમ ૧૧ નો પિયા આપ્યા અંગેનો ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે.
મહેશ ગીરી બાપુએ તો ત્યાં સુધી પણ જણાવ્યું હતું કે યાં સુધી ભવનાથ મંદિરના મહતં તરીકે હરી ગીરીબાપુ તેનું પદ નહીં છોડે તો હજુ પણ અનેક વિગતો બહાર લાવીશ પરંતુ હાલ તો લેટર બોમ્બ માં કલેકટર મહતં અને રાજકીય પક્ષ સહિતનાઓ સામે નાણાકીય લેવડ–દેવડ થઈ હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે પત્ર દર્શાવ્યો છે. મહેશ ગીરી બાપુ ના આક્ષેપો બાદ હવે ભવનાથ મંદિરનું રાજકારણ પણ ગરમાયું છે. આગામી શિવરાત્રી મેળા પૂર્વે ભવનાથ તળેટી વિસ્તારમાં પણ નવા જૂની થવાના એંધાણ સર્જાઇ રહ્યા છે
સોમનાથમાં ચિંતન કરતી સરકાર આ બાબતે ચિંતન કરશે?
હાલ સરકાર ગીર સોમનાથમાં ચિંતન શિબિર કરી રહી છે ભવનાથ મંદિરનું મુખ્યત્વે વડ પણ કલેકટરના હસ્તક હોય છે ત્યારે લેટર બોમ્બ માં મહેશ ગીરી બાપુ દ્રારા કરાયેલ આક્ષેપ અંગે પણ સરકાર ચિંતન કરે તેવી ધર્મ અને પ્રવાસન નગરીના રહેવાસીની માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech