ભાવનગર રેલ્વે મંડળ સિંહો-વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૬૬ સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ૧૯મીને ગુરુવારે લગભગ ૧૮ કલાકે, લોકો પાયલટ ચંદન કુમાર (મુખ્ય મથક - જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ જગદીશ પ્રસાદ (મુખ્ય મથક - જૂનાગઢ) કિમી. ૧૧૪/૪ - ૧૧૪/૩ સાસણગીર-કાંસિયાનેશ સેક્શન વચ્ચે રેલ્વે પાટા પર ૧ સિંહ બેઠેલા જોવા મળ્યા ત્યારે પેસેન્જર ગાડી નંબર ૦૬૩૯૪ દેલવાડા-જૂનાગઢને ઈમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ગાડી મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ સિંહ પાટા પરથી ખસી ગયા બાદ લોકો પાયલટ દ્વારા ગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
માહિતી મળતાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech