ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષભાઈ વ્યાસ તથા ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન ઈકબાલભાઈ આરબ ની આગેવાની હેઠળ તા. ૧૫-૪-૨૦૨૫ ને મંગળવારે સાંજે ભાવનગર શહેર જીલ્લામાં નવા જ આવેલા અને મંગળવારે જ જેમણે ચાર્જ સંભાળ્યો છે તેવા જીલ્લા કલેકટર ડો. મનિષકુમાર બંસલને રૂબરૂ મળી એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી વિવિધ રજુઆતો કરવામાં આવી હતી.
આ આવેદનપત્રમાં ખાસ કરીને યુનિફોર્મ સીવીલ કોડ (યુ.સી.સી.) ના કાળાકાયદા સામે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્રમાં જણાવાયુ હતું કે, યુનિફોર્મ સીવીલ કોડ એ બંધારણના કાયદા વિરૂધ્ધનું કાર્ય છે. આ એક કોમની ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કામ છે. જેમાં ખાસ કરીને નિકાહ, વારસાઈ હક્કો, તલ્લાક અંગેના કેસો, સહિતના જે ઈસ્લામે મુસ્લીમ સમાજને હક્કો અને અધિકારો આપ્યા છે તે યુ.સી.સી. આવતા તમામ હક્કો બંધ થશે તેનો મુસ્લીમ સમાજે વિરોધ નોંધાવ્યો છે .જેના ભાગરૂપ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. અને આ યુ.સી.સી. નો કાયદો ગુજરાતમાં લાગુ કરવામાં ન આવે તેવી લાગણી અને માંગણી પણ કરવામાં આવી હતી. નવનિયુક્ત જીલ્લા કલેકટરે મુસ્લીમ સમાજના આગેવાનોને સાંભળી આ અંગે ઘટતુ કરવા હૈયાધારણા આપી હતી.
ભાવનગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપતી વેળાએ મુસ્લીમ સમાજના આગેવાનો એડવોકેટ રૂમીભાઈ શેખ, સાજીદ કાજી, કાળુભાઇ બેલીમ, સીરાઝ નાથાણી, રજાક કુરેશી, વિપુલભાઈ બગડા, મહેબુબખાન બલોચ, ગુલમહંમદ રાઉમા, અનવરખાન પઠાણ, ઈમરાન બોસ, અલ્યારખાન પઠાણ, તૌફીક શેખ, ફિરોજ પરમાર, સફીભાઈ સૈયદ (વાળુકડ), સલીમ શેખ, અફજલખાન પઠાણ, નજીરખાન પઠાણ, મુમતાજબેન શેખ, રફીકભાઈ મીરજા, ઈકબાલ ટેલીફોન, હનીફભાઇ સોડાવાળા, હુસેન સરવૈયા, આરીફભાઈ ચાવાળા (ગોલ્ડન), રજાકમીયા કાદરી, મહેબુબ પરમાર સહિતના મુસ્લીમ સમાજના આગેવાન તેમજ જુદી જુદી મુસ્લીમ જમાતના આગેવાન કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech