તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘ટપ્પુ’નો રોલ કરનાર ભવ્ય ગાંધી કરશે ટીવી પર કમબેક,જોવા મળી શકે છે આ ફેમસ શોમાં

  • June 07, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભવ્ય ગાંધી પહેલીવાર લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પુના રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ પછી થોડા વર્ષો પછી તેણે શોને અલવિદા કહી દીધું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા 15 વર્ષથી દેશમાં લોકપ્રિય શો બની રહી છે. આ શોના દરેક પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 9 વર્ષ સુધી આ શોમાં કામ કર્યા બાદ ભવ્યએ શો છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે 'ટપ્પુ'  ટીવી પર કમબેક કરવાનો છે.


રિપોર્ટ્સ અનુસાર ભવ્ય 'બિગ બોસ ઓટીટી સીઝન 3'માં જોવા મળી શકે છે. એવી વાતો સાંભળવામાં આવી છે કે 'બિગ બોસ ઓટીટી 3'ના નિર્માતાઓએ ભવ્ય ગાંધીનો સંપર્ક કર્યો છે, જેને અનિલ કપૂર હોસ્ટ કરશે. જો કે, 'ટપ્પુ' રિયાલિટી શોમાં ભાગ લેશે કે નહીં તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી. ભવ્ય ગાંધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પુનું પાત્ર ભજવતા હતા પરંતુ તેમણે 2017માં શો છોડી દીધો હતો. તેની જગ્યાએ રાજ અનડકટને લેવામાં આવ્યો હતો. તેને પણ શો છોડી દીધો હતો. નીતિશ ભલુની અત્યારે TMKOCમાં 'ટપ્પુ'ના રોલમાં જોવા મળે છે.


ભવ્ય ગાંધી ઉપરાંત તનુશ્રી દત્તા, મિથુન ચક્રવર્તીના પુત્ર ઉષ્માયા ચક્રવર્તી, હેમા માલિનીની પુત્રી આહાના દેઓલ અને સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તનો પણ 'બિગ બોસ OTT 3' માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી કોઈના જવાબને લઈને કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નુપુર સેનનનો પણ 'બિગ બોસ OTT 3'ના મેકર્સ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. નુપુર સેનન એક અભિનેત્રી અને ગાયિકા છે જે બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનની બહેન પણ છે.



નિર્માતાઓએ ચાહકોને 'બિગ બોસ OTT 3' ની પ્રીમિયર તારીખ પણ કહી દીધી છે. બ્લોકબસ્ટર રિયાલિટી શો 21 જૂનથી OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર સ્ટ્રીમ થશે. આ વખતે બોલિવૂડ એક્ટર અનિલ કપૂર આ શોને હોસ્ટ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application