જન્માષ્ટ્રમી પર્વ નિમિત્તે સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં નગરપાલિકા સંચાલિત લોકમેળાનો આજથી પ્રારભં થશે. રાય નાં કેબિનેટ મંત્રી અને જીલ્લ ા પ્રભારી રાઘવજી પટેલનાં હસ્તે મેળાનો પ્રારભં કરાશે. ઉદ્ધાટન સમારભં માં ધારાસભ્ય ગીતાબા જાડેજા,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા ,ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા,કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,માર્કેટ યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સહીતના ઉપસ્થિત રહેશે.અંદાજે ૫ એકરના મેદાનમાં ૩૦ ઓગસ્ટ સુધી સાત દિવસ મેળો ચાલશે અને અંદાજ મુજબ રોજના ૩૦ હજારથી વધુ લોકો મેળાની મજા માળવા આવશે. મેળામાં વિવિધ રાઇડસ અને સ્ટોલસ ઉભા કરાયાછે. મેળામાં એક વિશાળ ૪૦સ૩૦નો સ્ટેજ પણ તૈયાર કરાયો છે. સાત દિવસ દરમ્યાન સ્ટેજ પર ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટ્રમીના દિવસે રાત્રીના ૧૨ વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાશે.લોકમેળામાં ૨ ટોરા ટોરા, ચાર બ્રેક ડાન્સ, ૩ કોલંબસ (નાવડી), ૩ મોટા ઝુલા (ફઝર ફાળકા), સલામ્બો, ડ્રેગન ટ્રેન સહિત બાળકો માટે ૨૫થી વધુ રાઈડસ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડસો મેળામાં આકર્ષણ જમાવશે. સાથે મેળામાં ૧૦૦થી વધુ ખાણી પીણી, રમકડાં, ઠંડા પીણાં, આઈસ્ક્રીમના સ્ટોલ ઉભા કરાયા છે.
સાત દિવસ યોજાનાર લોકમેળા દરમ્યાન ૨.૫ લાખથી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે.જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ફાયર સ્ટાફ, એમ્બ્યુલન્સ સહિતની સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech