ઘુમલી ગામના વૃદ્ધ ઉપર શેઢા પાડોશી દ્વારા હુમલો
ભાણવડમાં મોટરસાયકલ ચલાવવા બાબતે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી, જ્યારે ભાણવડના જ ઘુમલી ગામના વૃદ્ધ ઉપર શેઢા પાડોશી દ્વારા જુના મન-દુઃખના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાણવડના ચમારવાસ વિસ્તારમાં રહેતા લખમણભાઈ પાલાભાઈ સોલંકી નામના 41 વર્ષના યુવાનના પુત્ર દ્વારા મોટરસાયકલ ચલાવવા બાબતનો ખાર રાખીને અગાઉ થયેલા ઝઘડા સંદર્ભે આરોપી ભરત બાવનભાઈ બાટા, તુષાર લખુભાઈ બગડા, ખુશાલ રમેશભાઈ ચાડપા, અને દેવ ભરતભાઈ સોનગરા નામના ચાર શખ્સો દ્વારા ફરિયાદી લખમણભાઈને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ભાણવડ તાલુકાના ઘુમલી ગામે રહેતા માલાભાઈ બધાભાઈ ભરવાડ નામના 85 વર્ષના વૃદ્ધની જમીનની વાડીના શેઢા બાબતે છેલ્લા બે વર્ષથી ચાલતા મન દુઃખ વચ્ચે આ જ વિસ્તારમાં રહેતા માવજીભાઈ જગાભાઈ સતવારા દ્વારા "શું અમારી ઉપર ખોટા કેસ અને લેન્ડ ગ્રેબીંગના કેસ કરો છો?"- તેમ કહીને ઢીકા-પાટુનો માર મારી, ઈજાઓ કર્યાની અને ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech