ધાર્મિક સ્થળો સહિત પપ થી વધુ દબાણકારોને નોટીસો આપવામાં આવી: ટુંક સમયમાં ઓપરેશન થવાની સંભાવના
સીગ્નેચર બ્રીજ બન્યા બાદ બેટ-દ્વારકાની જમીનની કિંમતમાં ર00 ટકા જેવો જબરો ઉછાળો આવ્યો છે, વિકાસની અનેક તક હોવાથી બીજી તરફ દબાણકતર્ઓિ પણ સક્રિય બન્યા હતા અને કેટલીક જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામ કયર્િ આવ્યા હોવાનું સામે આવ્યા પછી દોઢેક વર્ષ પહેલા દ્વારકા એસપી નિતેશ પાંડેયના વડપણ હેઠળ મોટું ઓપરેશન ડીમોલીશન કરવામાં આવ્યું હતું, અનેક બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા અને હવે ફરી પંચાવનથી વધુ લોકોને દબાણ માટે નોટીસો આપવામાં આવતા ફફડાટ ફેલાઇ ગયો છે, સૂત્રો જણાવી રહ્યા છે કે ટુંક સમયમાં બેટ-દ્વારકામાં મેગા ડીમોલીશન થઇ શકે છે.
બેટ દ્વારકાથી હર્ષદ સુધીની દરીયાઇ પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા દોઢેક વર્ષ પહેલાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ખાસ કરીને બેટ દ્વારકામાં ઘણા અવેધ બાંધકામ દુર કરવામાં આવ્યા હતા, હાલમાં તંત્ર દ્વારા પંચાવન જેટલી નોટીસો પાઠવવામાં આવી છે.તેમ આજકાલના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં એસડીએમે જણાવ્યું હતું. હાલમાં વેરીફીકેશન પ્રક્રિયા ચાલી રહી છે.
બેટ દ્વારકાના પૌરાણિક મંદિર કેશવજી રાયજી મંદિરને હટાવવાની તંત્રએ નોટીસ આપી હતી, જેની સામે પુષ્કરણા બ્રાહ્મણોએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી છે, બેટ-દ્વારકામાં પંચાવનથી વધુ લોકોને નોટીસ ફટકારવામાં આવી છે અને આ નોટીસના અનુસંધાને તમામ નોટીસધારકોની જમીનોના ડોક્યુમેન્ટ વેરીફેકશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, આ પ્રક્રિયા બાદ ડીમોલીશનની કાર્યવાહી થવાની સંભાવના દશર્વિાઇ રહી છે.
બેટ-દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક ગ્રુપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી પ0 મીટર અંદર આવેલું છે, આ મંદિરથી ગૌચરની જમીન પર દબાણ થયું હોવાનું તેમજ બેટ-દ્વારકા કોરીડોર વિકાસને નડતરપ હોવાનું જણાવીને તંત્ર દ્વારા કેશવરાયજી મંદિરના ટ્રસ્ટીઓને નોટીસ આપી દબાણ નહીં હટાવાઇ તો મંદિર સંચાલકોને જોખમે તંત્ર દબાણ હટાવવાની કાર્યવાહી કરશે તેવી નોટીસ આપતા ભારે ચચર્િ જાગી છે, આ બાબતે પુષ્કણર્િ બ્રાહ્મણે ફરિયાદ દાખલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદાણાપીઠમાં દુકાનો સહિત ૨૪ મિલકત સીલ કરતી મનપા
January 09, 2025 03:15 PMચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિક સમીર શાહ અને તેના ભાઈને દોઢ-દોઢ વર્ષની સજા ફટકારી
January 09, 2025 01:38 PMજામનગરની બજારમાં પતંગ અને ફિરકીનું ધૂમ વેચાણ, જુઓ શું કહે છે વેપારીઓ
January 09, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech