છત્તીસગઢમાં એવી ઘણી પરંપરાઓ છે, જે આદિમ સંસ્કૃતિની ઓળખ બની ગઈ છે. આવી જ પરંપરા ધમતારી જિલ્લાના વનાચલ વિસ્તારમાં પણ જોવા મળે છે. અહીં દેવી–દેવતાઓને પણ ભૂલો કરવાની સજા મળે છે.આ સજાઓ દેવતાઓના વડાઓ દ્રારા આપવામાં આવે છે જેમને ન્યાયાધીશ કહેવામાં આવે છે. સાથે જ દેવી–દેવતાઓને પણ દરબારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ યાત્રામાં આદિવાસી સમુદાયના હજારો લોકો ભાગ લે છે, યાં એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે.
દર વર્ષે ભાદરવા મહિનામાં ધમતરી જિલ્લાના છેડે આવેલા કુરસીઘાટ બોરાઈમાં, આદિવાસી દેવતાઓના ન્યાયાધીશ ભાંગરાવ માઈની યાત્રા થાય છે, જેમાં સોળ પરગણાના સિહાવાના દેવતાઓ આવે છે. જેમાં વીસ કોસ બસ્તર અને સાત પાલી ઓરિસ્સાનો સમાવેશ થાય છે. સદીઓથી ચાલી આવતી આ અનોખી પરંપરા અને ન્યાય અદાલતના સાક્ષી બનવા માટે ૩૧મી ઓગસ્ટ શનિવારના રોજ હજારો લોકો આવ્યા હતા. આ યાત્રામાં વિસ્તારના તમામ વર્ગ અને સમાજના લોકોની આસ્થા છે. કુવારપાટ અને ડાકદારની આગેવાની હેઠળ આ યાત્રા સંપૂર્ણ વિધિ–વિધાન સાથે કાઢવામાં આવી હતી.
કુરસીઘાટમાં ભાંગરાવ માઈનો સદીઓ જૂનો દરબાર છે. તે દેવી–દેવતાઓના દરબાર તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે ભાંગરાવ માઈની મંજૂરી વિના, કોઈ પણ દેવતા આ વિસ્તારમાં કામ કરી શકતા નથી. સાથે જ મહિલાઓને આ સ્પેશિયલ કોર્ટ સાઇટ પર આવવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે લોકો આસ્થાથી દેવી–દેવતાઓની પૂજા કરે છે, પરંતુ જો દેવી–દેવતાઓ તેમની ફરજ નિભાવતા નથી તો ભાંગરાવ માઇ ફરિયાદના આધારે તેમને સજા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech