ટાઈગર 3 માટે ભાઈજાને કેટરીના કરતા 5 ગણી વધારે ફી લીધી, આ તારીખે થશે રિલીઝ

  • November 04, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાનની ફિલ્મ ટાઈગર 3નું એડવાન્સ બુકિંગ શરુ


ફિલ્મ ટાઈગર 3 12 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફની સાથે આ વખતે ચાહકો પણ ઈમરાન હાશ્મી માટે ઉત્સાહિત છે, કારણ કે તે આ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળવાનો છે. સૌ કોઈ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.જાની ને નવાઈ લાગશે કે સૌથી વધારે સલમાન ખાને ચાર્જ લીધો છે.


ટાઈગર અને જોયાને ફરી એકવાર મોટા પડાદા પર જોવા માટે ચાહકો આતુર છે.ચાહકોની  આ રાહ 12 નવેમ્બરના રોજ પુરી થશે. સલમાન ખાન ફિલ્મ ટાઈગર 3 દિવાળી પર લઈને આવી રહ્યો છે. જેમાં ફરી એક વખત કેટરિના તેની સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટસ અનુસાર સલમાન ખાને આ ફિલ્મ માટે 100 કરોડનો ચાર્જ લીધો છે.ટાઇગર 3 એ સલમાન ખાનની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આવી સ્થિતિમાં ફિલ્મના બજેટ અને સ્ટારકાસ્ટને લઈને ચર્ચાઓ ખુબ જોવા મળી રહી છે.


કેટરિના કૈફ માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે અંદાજે 20 કરોડ રુપિયા આ ફિલ્મમાં કામ કરવા માટે લીધા છે. કેટરિના દરેક ફિલ્મમાટે 15 થી 20 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.વિલનના પાત્રમાં જોવા મળનાર ઈમરાન હાશ્મી માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે 2.5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. ટાઈગર 3માં ઈમરાન હાશ્મીને જોવા માટે તેના ચાહકો ખુબ રાહ જોઈ રહ્યા છે.

પઠાણ બાદ ટાઈગર 3માં ધુમ મચાવવા આવી રહેલી રિદ્ધી ડોગરાએ આ ફિલ્મ માટે 30 લાખનો ચાર્જ લીધો છે.આશુતોષ રાણાએ 60 લાખ રુપિયા ટાઈગર 3ના પાત્ર માટે લીધા છે.જો આપણા બોલિવુડ સ્ટાર આટલી મસમોટી ફી લેતા હોય તો સાઉથ સુપરસ્ટાર પણ પાછળ રહેતા નથી. સાઉથ અભિનેત્રી રામ્યા કૃષ્ણનને અંદાજે 80 લાખ રુપિયા આ ફિલ્મ માટે લીધા છે.સલમાન ખાનની ફિલ્મનું બજેટ શાહરુખ ખાનની પઠાણથી પણ વધારે છે. આ ફિલ્મનું બજેટ 300 કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


નવો પ્રોમો રિલીઝ

‘ટાઈગર 3’ના ટીઝર, ટ્રેલર અને પહેલા ગીત ‘લેકે પ્રભુ કા નામ’ બાદ હવે તેનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ 50 સેકન્ડનો વીડિયો છે, જેનું શીર્ષક છે ‘ટાઈગર ઈઝ બેક’. જેમાં સલમાન ખાન ભારતની સુરક્ષા માટે એકલા હાથે લડતો જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં વિલન બનેલો ઈમરાન કહે છે, ‘હવે મારો વારો છે, આ વખતે તમે ટાઈગરને ગુમાવશો. હું ટાઈગરને વચન આપું છું કે ભારતનું અસ્તિત્વ વિશ્વના નકશા પરથી ભૂંસી નાખીશ.આ પછી વીડિયોમાં સલમાન ખાન ડેશિંગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. તેમના સિવાય કેટરીના કૈફનો એક્શન અવતાર પણ જોવા જેવો છે. સલમાન કહે છે, ‘તમે બધુ બરાબર કર્યું છે, તમે બસ એક વાત ભૂલી ગયા છો, ‘જ્યાં સુધી ટાઈગર નહીં મરાય ત્યાં સુધી ટાઈગર હાર્યો નથી.’ પ્રોમો જોયા પછી, ફિલ્મ માટે દર્શકોની ઉત્તેજના વધુ વધશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application