BREAKING NEWS

આઇપીએલની સિઝનની સાથે સટ્ટાની મૌસમ પણ જામી: દાવ લગાડતા બે શખસો ઝડપાયા

  • April 07, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : આઇપીએલની સિઝન જેમ જેમ જમાવટ કરી રહી છે તેમ ક્રિકેટ સટ્ટાની મૌસમ પણ જામી રહી છે. ત્યારે પીસીબીની ટીમે ગિરનાર સિનેમા અને રેલનગરમાં ક્રિકેટ સટ્ટો રમતા બે શખસોને ઝડપી લીધ હતાં. પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગીરનાર ટૉકીઝ પાસે એક શખ્સ મોબાઇલમાં ઓન લઈને ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પૂછતા નઝીર ઉર્ફે મુન્નો અલ્લારખા ઠાસરિયા (રહે. ભીલવાસ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં તે આરસીબી અને સીએએસકે વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો રમતો હોવાનું ખુલતાં મોબાઇલ સાથે ધરપકડ કરી હતી. બીજા દરોડામાં પીસીબીની ટીમે રેલનગર, વેકરીયા ચોક નજીક આવેલા બાલાજી પાર્કમાં જાહેરમાં મોબાઈલ પર ઓનલાઇન ઓલપેનલ૭૭૭ .નાવ નામની આઈડી પર ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલ પર ચાલતો લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ચાલતી ૨૦-૨૦ મેચ પર જુગાર રમતો રેલનગરમાં બાલાજી પાર્કમાં રહેતો શાહરૂખ સિરાજ જુણેજા નામના શખસને મોબાઈલ સાથે પીસીબીની ટીમે ઝડપી લીધો હતો અને બંને શખસોએ આઈડી ક્યાં બુકી પાસેથી મેળવી તે અંગે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News