તેરા તુજકો અર્પણ અંતર્ગત બેટ દ્વારકા પોલીસ દ્વારા 4 ખોવાયેલ મોબાઇલ શોધી આપ્યા

  • February 20, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા દ્વારકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સૂચના તથા માર્ગદર્શન મુજબ ગુમ/ખોવાયેલ તથા ચોરાયેલ કિંમતી વસ્તુ મુળ માલીકને પરત મળી રહે તે અંગેની અસરકારક કામગીરી કરવા સૂચન કરેલ હોય જે અનુસંધાને બેટ દ્વારકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર, કે. એસ પટેલ  નાઓના માર્ગદર્શન હેઠળ બેટ દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન રીસોર્શથી તથા ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ પોલીસ સ્ટેશન ખાતે એપ્લીકેશનનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.


જે અનુસંધાને બેટ દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પો.કોન્સ દેવુભાઇ આલાભાઇ ગઢવી એ હ્યુમન રીસોર્શથી તથા ટેકનીકલ એનાલીસીસ કરી તેમજ મહિલા પો.કોન્સ મનીષાબેન વીરજીભાઇ મેટાળીયા નાઓએ એપ્લીકેશનનો ઉપયોગ કરી અરજદારોને નીચે જણાવેલ આવક અરજીના કામે ગુમખોવાયેલ મોબાઇલ ફોન શોધી કાઢીને મુળ માલીકોને બેટ-દ્વારકા પોલીસે પરત કયર્િ હતા.


ગુમ/ખોવાયેલ મોબાઇલ ફોનની વિગતો જોઇએ તો, બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી ને 727/2024 ના કામે ખોવાયેલ મોબાઈલ ફોન વિવો કંપનીનો કિ..રૂ.15,400-બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી નં.739/2024ના કામેખીવાયેલ મોબાઇલ ફોન વન પ્લસ કંપનીનો કિ.રૂ.16,674/-બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી નં.824/2024 ના કામે ખોવાયેલ મોબાઇલ ફોન રેડમી કંપનીનો કિ.રૂ. 27,099/-બેટ દ્વારકા પો.સ્ટે. આવક અરજી નં.825/2024 ના કામે ખોવાયેલ મોબાઈલ ફોન ઓપો કંપનીનો કિ.રૂ.29,000/- મળી કુલ મોબાઈલ ફોન નંગ-04 કુલ કિ.રૂ.89,172 થવા જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application