આજના સમયમાં ભાડા પર ફ્લેટ મેળવવો કોઈ પડકારથી ઓછો નથી. જો તે બજેટ મુજબ ઉપલબ્ધ હોય તો લોકેશન સારું નહીં રહે અને જો લોકેશન સારું હોય તો ભાડું આસમાને પહોંચે છે. જે જોઈએ છે તે મળે તો પણ, મકાનમાલિકની શરતો મુશ્કેલીઓમાં વધારો કરે છે. ફ્લેટમેટની શોધ માટે આવી જ એક જાહેરાતે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં બેંગલુરુની એક છોકરીએ તેના રૂમમેટ માટે કેટલીક શરતો મૂકી છે, જેને વાંચીને ઘણા નેટીઝન્સ તૌબા- તૌબા કરી રહ્યા છે.
એક્સ યુઝર વંશિતા બેંગલુરુના વિલ્સન ગાર્ડન વિસ્તારમાં તેના 3BHK ફુલ ફર્નિશ્ડ ફ્લેટ માટે મહિલા રૂમમેટની શોધમાં છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, રૂમ 17 હજાર રૂપિયા દર મહિને ભાડે મળે છે. તેમાં મોટો બેડ, એસી, ગીઝર, સ્ટોરેજ યુનિટ, કપડા અને ડેસ્ક જેવી સુવિધાઓ છે. આ સાથે વંશિતાએ જણાવ્યું કે શિફ્ટિંગ પહેલા 70 હજાર રૂપિયા ડિપોઝીટ મની તરીકે ચૂકવવા પડશે.
પરંતુ તેની સાથે વંશિતાએ તેના ભાવિ રૂમમેટ માટે કેટલીક એવી શરતો રાખી છે, જેને વાંચીને લોકો દંગ રહી જાય છે. તેણે કહ્યું કે રૂમમેટ હિન્દી ભાષી હોવો જોઈએ, જે દારૂ અને સિગારેટ પીવે તો કંઇ વાંધો નથી પરંતુ નોન-વેજ બિલકુલ નહીં. કારણકે તે શુદ્ધ શાકાહારી છે. પછી શું વંશિતાની આ પોસ્ટથી લોકો ગુસ્સે થયા હતા અને તેની પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર ઉમટ્યું હતું.
એક યુઝરે કોમેન્ટ કરી કે આલ્કોહોલ અને સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, રૂમમેટ માટે નોન-વેજીટેરિયન હોવું વધુ સારું છે. યુઝરે તેને પૂછ્યું- શું તમે દારૂ અને સિગારેટનો પ્રચાર કરો છો? આના પર વંશિતા કહે છે કે તેણે આ વાત તેના ભાવિ રૂમમેટ વિશે કહી છે. તેને કોઈ ફરક પડતો નથી કે તેમની સામેની વ્યક્તિ કંઈ પણ ખાઈ- પીવે. તેને ફક્ત કાચા માંસથી સમસ્યા છે જો તે ઇચ્છે તો રૂમમેટ રાંધેલું માંસ ખાઈ શકે છે.
મોટાભાગના યુઝર્સને વંશિતાની જાહેરાત ખૂબ જ સર્જનાત્મક લાગી અને તેની ખૂબ પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, તમે જે રીતે ફ્લેટ વિશે વિગતો આપી છે, તે મને ખૂબ જ પાવરફુલ લાગ્યું. આ ખરેખર એક અદ્ભુત જાહેરાત છે. કાશ હું છોકરી હોત. તે જ સમયે અન્ય યુઝરે કોમેન્ટ કરી કે શું તમે ક્યાંય કોપીરાઈટર છો? તમારી સર્જનાત્મકતાનો કોઈ જવાબ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech